Not Set/ પેપર લીકનો કોયડો: કોણ છે રૂપલ શર્મા, કેવી રીતે તેની પાસે આવ્યા હતા પેપરના જવાબો

અમદાવાદ, રવિવારના રોજ યોજાનાર પોલીસ લોક રક્ષકની ભરતીની લેખિત પરીક્ષાનું પપેર ફૂટી જવા મામલે પુરા રાજ્યમાં પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. ગઈકાલે થયેલા પેપર લીક બાદ પરીક્ષા સમિતિના અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક પેપર લીક થવા મામલે પૂરજોશમાંમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.  4 લોકોની ધરપકડ… ૧.વડોદરાનો યશપાલસિંહ જશવંતસિંહ સોલંકી (દિલ્હી ગુરગાવથી આવ્યો હતો).(ધરપકડ બાકી) ૨.ગાંધીનગરની […]

Ahmedabad Top Stories Gujarat Trending
mantavya પેપર લીકનો કોયડો: કોણ છે રૂપલ શર્મા, કેવી રીતે તેની પાસે આવ્યા હતા પેપરના જવાબો

અમદાવાદ,

રવિવારના રોજ યોજાનાર પોલીસ લોક રક્ષકની ભરતીની લેખિત પરીક્ષાનું પપેર ફૂટી જવા મામલે પુરા રાજ્યમાં પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. ગઈકાલે થયેલા પેપર લીક બાદ પરીક્ષા સમિતિના અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક પેપર લીક થવા મામલે પૂરજોશમાંમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

 4 લોકોની ધરપકડ…

૧.વડોદરાનો યશપાલસિંહ જશવંતસિંહ સોલંકી (દિલ્હી ગુરગાવથી આવ્યો હતો).(ધરપકડ બાકી)

૨.ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રૂપલ શર્મા

૩.અરવલ્લી જિલ્લાના અરજણવાવ વિસ્તારનો મનહર રણછોડભાઈ પટેલ

૪.ગાંધીનગર વાયરલેસ પી.એસ.આઈ પી.વી.પટેલ

૫.બનાસકાંઠા જિલ્લાના ઈડરણા ગામનો મુકેશ મૂળજીભાઈ ચૌધરી

 કોણ છે રૂપલ શર્મા?

ગાંધીનગરમાં રહેતી અને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલમાં રૂપલ શર્મા રેક્ટર રીતે ફરજ બજાવે છે, રૂપલ શર્માના પિતા પૂર્વ PSI હતા.જયારે  રૂપલ શર્મા પણ પરીક્ષાની ઉમેદવાર હતી.વાત કરીએ તો રૂપલ શર્મા પાસે એક વોટ્સએપ પર મેસેજ આવ્યો, રૂપલને ખબર પણ નહિ હોય કે આ વોટ્સએપ પર આવેલા મેસેજના કારણે લાખો વિધાર્થીનું ભાવી રઝળી પડશે અને પોતાનું પણ ભવિષ્ય અંધકારમાં આખી દેશે. જ્યાં ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલમાં રૂપલ શર્મા રેક્ટર રીતે ફરજ બજાવે છે ત્યાં બધા ભેગા મળીને લીક કરવાનો પ્લાન કર્યો હતો તેવી માહિતી પોલીસે આપી હતી.

હવે વાત કરીએ કેવી રીતે આવ્યા જવાબો રૂપલ શર્મા પાસે

ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્માએ પોલીસ ભરતી બોર્ડના વાયરલેસ સબ ઇન્સ્પેકટર ભરત બોરણાને વોટ્સએપ મેસેજ કર્યો હતો. જેમાં સવાલોનાં જવાબો હતાં. રૂપલે બોરાણાને પૂછ્યું કે શું આ પરીક્ષામાં પૂછાયેલા સાચા સવાલોનાં જવાબ છે?

ત્યારે બોરણાએ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયને તાત્કાલિક ફોન કર્યો અને આ પરીક્ષાના પેપરના જવાબો તેણે ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્મા પાસેથી મળ્યા છે તેવી માહિતી આપી હતી. રૂપલ શર્માએ ભરત બોરણાને વોટ્સએપ પર જવાબોના ફોટા પાડીને મોકલ્યા હતા અને આ જવાબો શું પરીક્ષામાં પૂછાયેલા સવાલોના જ છે તે વેરીફાઇ કરવાનું કહ્યું હતું.

પહેલા તો PSIએ ના પાડી હતી અને પછી તરત જ ફોન કરીને ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયને ફોન કર્યો જયારે વિકાસ સહાયે આ જવાબો જોયા ત્યારે તેમણે લાગ્યું કે આ તો એ જ સવાલોના જવાબો જે આજની પરીક્ષાના પેપરમાં પૂછવામાં આવ્યા છે.

વિકાસ સહાયને જ્યારે વોટ્સએપથી આ જવાબો મળ્યાં ત્યારે તે પણ એ જોઇને ચોંકી ગયા હતા કેમકે મોટાભાગનાં જવાબો પ્રશ્નપત્રમાં પૂછાયેલા સવાલોનાં જ હતા.હજુ પ્રશ્નપત્રનાં પેકેટ ખૂલવાને ઘણી વાર હતી તે પહેલાં જ આ પેપરનાં સવાલો લીક થતાં સહાયે બોર્ડની તાત્કાલિક મીટીંગ બોલાવીને આ પરિક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો.

રૂપલ શર્મા પાસેથી 5 લાખ રૂપિયા લેવાયા…

આ મામલે તાત્કાલિક ધોરણે શ્રીરામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્માની પૂછપરછ કરવાનું શરુ કરી દીધું, સામે આવ્યું કે રૂપલ શર્માની સાથે આ પૂર્વઆયોજીત કાવતરામાં ગાંધીનગરનાં વાયરલેસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી વી પટેલ અને બનાસકાંઠા જીલ્લાનાં મુકેશ મૂળજીભાઈ ચૌધરી સામેલ હતાં.

તેઓને પરીક્ષાનાં દિવસે જ સવારે એક જયેશ નામની વ્યક્તિએ આ સવાલ અને હસ્તલિખિત જવાબો આપ્યા હતાં. જયેશે અરવલ્લી જીલ્લાનાં બાયડનાં રહેવાસી મનહર રણછોડભાઈ પટેલની સૂચનાથી આ જવાબો આ લોકો સુધી 2જી ડિસેમ્બરે સવારે પહોંચાડ્યા હતાં. આ માટે રૂપલ શર્મા પાસેથી 5 લાખ રૂપિયા લેવાયા હતાં.

મુખ્ય સુત્રધાર યશપાલસિંહ ભૂગર્ભમાં ઉતરી ગયો

પેપર લીકનો મુખ્ય સુત્રધાર યશપાલસિંહ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. લુણાવાડાના છાપરી મુવાડી ગામ સ્થિત તેના ઘરે પણ તાળા લાગ્યા છે.

યશપાલસિંહ 1 ડીસેમ્બરના રોજ દિલ્હી હતો.

મનહર પટેલની ગાંધીનગરના પોલીસ અધિકારીઓ પુછપરછ માટે લાવ્યા તો એણે સ્વીકાર્યું કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારી યશપાલસિંહ સોલંકીએ એક ઉમેદવારના 5 લાખ રૂપિયા લેવાની શરતે 1 ડિસેમ્બરે મોડી રાત્રે કે 2 ડિસેમ્બરે આના જવાબો આપવાની વાત કરી અને તે દિલ્લીથી રાત્રે 9 વાગે વડોદરા એરપોર્ટ પર આવ્યો હતો.

આમાં જાણકારી મળી કે રૂપલ શર્મા જાતે ઉમેદવાર હોય તેણે પોતાના જ માટે પેપર આ જવાબો લીધા અને એ બાદ તેણે આ હોસ્ટેલના બીજા ઉમેદવારોને વેચ્યાં હતા અને વાયરલેસ PSIને આ જવાબો તેના બે સગાઓ પાસેથી મળ્યા હતા.

મુકેશ ચૌધરીએ આ પેપરના જવાબો પોતાની અને અન્ય બે ઉમેદવારો માટે લીધા હતા અને પી.વી. પટેલને પરીક્ષાના કેન્દ્રમાં લેખિત પરીક્ષા માટે પરીક્ષાઓના બાયોમેટ્રિકની ચકાસણી કરવામાં આવી હતી.

ભાજપના કાર્યકરો

બાયડ નગરપાલિકામાં ભાજપમાંથી ચૂંટણી લડી ચૂકેલા મનહર પટેલ અને ભાજપમાંથી ચૂંટાયેલા વડગામ તાલુકા પંચાયતના સભ્ય મુકેશ ચૌધરીના નામ બહાર આવ્યા છે. જેને પગલે પોલીસે મુકેશ ચૌધરીની ધરપકડ કરી લીધી છે.

વડગામ તાલુકા પંચાયતના સદસ્ય મુકેશ ચૌધરી અને બાયડ અરજણ વાવના મનહર પટેલને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની  સૂચના અનુસાર ભાજપમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે .