Not Set/ PHOTOS : પેટ્રોલ – ડીઝલના ભાવવધારાની આગમાં આ રીતે સળગી રહ્યું છે ફ્રાંસ, જુઓ આ ફોટો

પેરિસ, ફ્રાંસમાં પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારો, મોંઘવારી અને ટેક્સમાં થયેલી વૃદ્ધિના કારણે કરવામાં આવી રહેલું વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું છે. હાલમાં ફ્રાંસ છેલ્લા ૫૦ વર્ષમાં ક્યારેય પણ ન થઇ હોય એ રીતે ભડકે સળગી રહ્યું છે. આ હિંસક વિરોધ પ્રદર્શનમાં અંદાજે ૩૬,૦૦૦થી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ઠેર-ઠેર જગ્યાએ  તોડફોડ, આગજની […]

Top Stories World Trending
IaPHE2hb PHOTOS : પેટ્રોલ - ડીઝલના ભાવવધારાની આગમાં આ રીતે સળગી રહ્યું છે ફ્રાંસ, જુઓ આ ફોટો

પેરિસ,

ફ્રાંસમાં પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારો, મોંઘવારી અને ટેક્સમાં થયેલી વૃદ્ધિના કારણે કરવામાં આવી રહેલું વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું છે. હાલમાં ફ્રાંસ છેલ્લા ૫૦ વર્ષમાં ક્યારેય પણ ન થઇ હોય એ રીતે ભડકે સળગી રહ્યું છે.

આ હિંસક વિરોધ પ્રદર્શનમાં અંદાજે ૩૬,૦૦૦થી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ઠેર-ઠેર જગ્યાએ  તોડફોડ, આગજની દ્વારા હિંસક પ્રદર્શન કરાઈ રહ્યું છે.

DteZhygXQAUCHs1 PHOTOS : પેટ્રોલ - ડીઝલના ભાવવધારાની આગમાં આ રીતે સળગી રહ્યું છે ફ્રાંસ, જુઓ આ ફોટો
world-france-inflation-oil-prices-protest-injured-in-demonstrations

આ મામલે પોલીસ દ્વારા ૪૦૦ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

PHOTOS : પેટ્રોલ - ડીઝલના ભાવવધારાની આગમાં આ રીતે સળગી રહ્યું છે ફ્રાંસ, જુઓ આ ફોટો
world-france-inflation-oil-prices-protest-injured-in-demonstrations

આ દરમિયાન થયેલી હિંસામાં ૧૧૦થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં ૨૦ પોલીસકર્મીઓ પણ શામેલ છે.

DteY7YEWsAAZ34F PHOTOS : પેટ્રોલ - ડીઝલના ભાવવધારાની આગમાં આ રીતે સળગી રહ્યું છે ફ્રાંસ, જુઓ આ ફોટો
world-france-inflation-oil-prices-protest-injured-in-demonstrations

ફ્રાંસના ગૃહમંત્રી ક્રિસ્ટોફે કેસ્ટનરે જણાવ્યું હતું કે, “પીળા કલરના જેકેટ પહેરી કરવામાં આવી રહેલા આ પ્રદર્શનમાં થયેલી ઝડપ દરમિયાન એક પ્રદર્શનકારી ગંભીરરૂપથી ઘાયલ થયો છે અને તેની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે”

PHOTOS : પેટ્રોલ - ડીઝલના ભાવવધારાની આગમાં આ રીતે સળગી રહ્યું છે ફ્રાંસ, જુઓ આ ફોટો
world-france-inflation-oil-prices-protest-injured-in-demonstrations

બીજી બાજુ સોશિયલ મીડિયામાં પણ સરકારની નાણાકીય અને આર્થિક નીતિઓની આલોચના શરુ થઇ ગઈ છે. અમીરોને લાભ પહોચાડનારી અને ગરીબ કક્ષાના લોકોની ખરીદવાની ક્ષમતા ઘટાડનારી આ નીતિઓનો સખ્ત વિરોધ કરાઈ રહ્યો છે.