Covid-19/ અમદાવાદ શહેર બાદ હવે ગ્રામ્યમાં પણ કોરોના વિસ્ફોટ, 60થી વધુ બાળકો સંક્રમિત

રાજ્યમાં રોજ કોરોનાનાં આંકડા રેકોર્ડ તોડી રહ્યા છે. ત્યારે અમદાવાદ એક એવુ શહેર જ્યા રાજ્યનાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. હવે અહી રૂરલ વિસ્તારમાં પણ કોરોનાનો રાફડો ફાટ્યો છે.

Ahmedabad Top Stories Gujarat
અમદાવાદ રૂરલમાં કોરોના વિસ્ફોટ
  • અમદાવાદ ગ્રામ્યમાં કોરોના વિસ્ફોટ
  • રૂરલમાં 454 લોકોને કોરોના જેમાં બાળકો પણ સંક્રમિત
  • 10 થી 15 વર્ષના 60 થી વધુ બાળકો કોરોના સંક્રમિત
  • વધુ તકલીફ ન હોવાથી બાળકો હોમ આઇસોલેશનમાં
  • ગામડાઓમાં પણ સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ

રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને રાજ્યનાં મેટ્રો સિટી કહેવાતા અમદાવાદમાં સ્થિતિ ખરાબ બની છે. અમદાવાદનાં શહેરમાં તો કોરોનાનાં કેસમાં વધારો જોવા મળે જ છે પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વિસ્ફોટ થયો છે.

આ પણ વાંચો – મોટા સમાચાર / ખેલો ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ લદ્દાખનાં લેહમાં તેનો પહેલો ઓપન સિન્થેટિક ટ્રેક અને ફૂટબોલ ટર્ફ મળ્યો

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં રોજ કોરોનાનાં આંકડા રેકોર્ડ તોડી રહ્યા છે. ત્યારે અમદાવાદ એક એવુ શહેર જ્યા રાજ્યનાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. હવે અહી રૂરલ વિસ્તારમાં પણ કોરોનાનો રાફડો ફાટ્યો છે. અમદાવાદની આસપાસનાં ગામડાઓમાં 4545 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અહી મોટી વાત એ છે કે, આ લોકોમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થયો છે. 10 થી 15 વર્ષનાં 60થી વધુ બાળકો અહી સંક્રમિત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જો કે એક વાત સારી છે કે આ બાળકોને વધુ તકલીફ નથી, જેથી તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. સતત વધી રહેલા કેસને લઇને હવે સરકારની પણ ચિંતામાં વધારો થયો છે. જો કે સંક્રમિત આંકડાઓમાં મોતનાં આંકડાઓ ઓછા હોવાથી તમે રાહતનો શ્વાસ લઇ શકો છો, પરંતુ સમય એવો છે કે, સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. કોરોનાનાં કેસને કાબુમાં લેવા આવતા સમયમાં સરકાર કડક કાયદાઓ લાગુ કરે તો નવાઇ નહી.

આ પણ વાંચો – ગુજરાત /  રાજયમાં રાત્રિ કરફયુ હજી એક સપ્તાહ લંબાઈ શકે છે , આજે નવી ગાઈડલાઈન જાહેર કરાય તેવી શકયતા

ઉલ્લેખનીય છે કે, દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં રોજ આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે કોરોનાનો આંક અઢી લાખને વટાવી ગયો હતો. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો આંક પણ સૌ કોઇને ચોકાવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં શુક્રવારે કોરોનાનાં 21,225 નવા કેસ નોંધાયા હતા. જેમા સૌથી વધુ કેસ અમદાવાદમાં 8,627 નોંધાયા હતા. વળી સુરતમાં પણ આ કેસમાં કોઇ  ઘટાડો જોવા મળ્યો નથી. સુરતમાં છેલ્લા 24 કલાક 2,124 માંનોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 2432 કેસ, રાજકોટમાં 1,502, ગાંધીનગરમાં 612 કેસ નોંધાયા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….