Not Set/ એક કા તીન કૌભાંડના મુખ્ય આરોપી અભય ગાંધીને ૩ વર્ષની સજા

અમદાવાદમાં ચર્ચાસ્પદ બનેલા એક કા તીન કૌભાંડના મુખ્ય આરોપી એવા અભય ગાંધીને સીબીઆઈની સ્પેશિયલ નેગોસિએબલ કોર્ટે બુધવારે ત્રણ વર્ષની જેલની સજા ફરમાવી છે. કોર્ટે એક કરોડ 60 લાખના ચેક બાઉન્સના એક અન્ય કેસમાં આરોપીને આ સજા સંભળાવી હતી. કોર્ટે અભય ગાંધીને રૂપિયા 30 હજારનો દંડ પણ ફટકાર્યો છે અને આરોપીને ભોગ બનનારને આ રકમ એક […]

Top Stories
abhy એક કા તીન કૌભાંડના મુખ્ય આરોપી અભય ગાંધીને ૩ વર્ષની સજા

અમદાવાદમાં ચર્ચાસ્પદ બનેલા એક કા તીન કૌભાંડના મુખ્ય આરોપી એવા અભય ગાંધીને સીબીઆઈની સ્પેશિયલ નેગોસિએબલ કોર્ટે બુધવારે ત્રણ વર્ષની જેલની સજા ફરમાવી છે. કોર્ટે એક કરોડ 60 લાખના ચેક બાઉન્સના એક અન્ય કેસમાં આરોપીને આ સજા સંભળાવી હતી.

કોર્ટે અભય ગાંધીને રૂપિયા 30 હજારનો દંડ પણ ફટકાર્યો છે અને આરોપીને ભોગ બનનારને આ રકમ એક મહિનામાં ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

જો કે આરોપી અભય ગાંધીએ દંડ ભરવાની રકમ નહિ હોવાના કારણે કોર્ટ સમક્ષ દંડ ભરવાનો ઇન્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અભય ગાંધી ઉપર એક કા તીન કૌભાંડમાં લોકો સાથે અંદાજે 500 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ છે..