Tharad/ વગર મંજુરીએ ડાયરો કરી ખુશ થતા ધનજી પટેલ સામે આખરે તંત્ર એક્શન મોડમાં…

વગર મજૂરીએ ડાયરો કરી ખુશ થતા ધનજી પટેલ સામે આખરે તંત્ર એક્શન મોડમાં…

Top Stories Gujarat Others
niilgay 12 વગર મંજુરીએ ડાયરો કરી ખુશ થતા ધનજી પટેલ સામે આખરે તંત્ર એક્શન મોડમાં...

@પ્રકાશ ત્રિવેદી, થરાદ.

થરાદના વડ ગામડામાં યોજાયેલ લોક ડાયરા માં સોસીયલ ડિસ્ટન અને માસ્કના ધજાગરા ઉડાવ્યા હતા.  મંતવ્ય ન્યૂઝ ના અહેવાલ પછી આયોજક સામે કાર્યવાહી પોલીસે કરી તો પોલીસની બેદરકારી સામે જિલ્લા પોલીસ વડાએ પણ કાર્યવાહી કરી છે. તબેલમાંથી ઘોડા છૂટ્યા પછી જાગ્યું આખરે તંત્ર.

સરહદી તાલુકો થરાદના વડ ગામડામાં લોક ડાયરો યોજાયો  હતો. જેમાં મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી જ્યાં સોસીયલ ડિસ્ટન અને માસ્ક ના ધજગરા ઉડ્યા હતા.  વનીતા પટેલ, સુરેશ કાપડી, ઇશ્વરદાન ગઠવી સહિત અન્ય કલાકરો જમાવટ કરી હતી.  પણ ડાયરામાં કોવિડ ના નિયમો ભુલાય ગયા હતા. આયોજક ધનજી પટેલ એ આયોજિત કાર્યક્રમ હતો.  કોરોના સંક્રમણ ફેલાવવા માં કયાય પાછી પાની ન રહી જાય એવી બેદરકારી સામે આવી હતી. જેમાં વગર મજૂરી એ કાર્યક્રમ કરી ખુશ થતા ધનજી પટેલ સામે આખરે એક્શન લેવામાં આવ્યા છે.

ધનજી પટેલ એ મોટા ઉપાડે ગામ પચાયત ની મજૂરી લઈ કાર્યક્રમ કર્યો આમંત્રણ પત્રિકા માં રાજકીય આગેવાનો અને એ એસ પી પૂજા યાદવ નું લખાવ્યું હતું. સમગ્ર ડાયરો યોજાઈ ગયો હોવા છતાય પોલીસ ઘોર નિંદ્રા હોય તેમ લાગી રહ્યું હતું. સવારે વીડિયો વાયરલ થતા મંતવ્ય ન્યૂઝ એ આ અંગે મુહિમ ચલાવી હતી. ત્યાર બાદ નાઘોર તંત્ર એકશનમાં આવ્યું હતું. અને ધનજી પટેલ સહિત 20 લોકો સામે નામજોગ કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ થરાદ TDO  એ પણ ગ્રામ પંચાયતને નોટિસ આપી હતી.

મંતવ્ય ન્યૂઝ ના અહેવાલ બાદ થરાદ પોલીસ એક્શન માં આવી 20 લોકો સામે ગુન્હો નોંધ્યો છે. તો બીજી તરફ બનાસકાંઠા એસપીએ પણ જવાબદાર પોલીસ સામે એક્શન લીધા છે.  એક પી.એસ આઈ અને બે પોલીસ કર્મી ને સસ્પેન્ડ કર્યા છે.  બનાસકાંઠા પોલીસ મંતવ્ય ન્યૂઝ ના અહેવાલ બાદ સફાળી જાગી પણ ઘોડા તબેલા માંથી છૂટ્યા પછી શું અર્થ ..? વારંવાર આવી ઘટના જિલ્લામાં સામે આવી રહી છે છતાં તંત્ર ધોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે. ક્યાં સુધી મીડિયા જગાડશે ?  ક્યા સુધી તંત્ર નિદ્રામાં રહેશે આવા અનેક સવાલો હજુ પણ યથાવત છે.

 

India / આબુમાં સતત દસમા દિવસે હિમવર્ષા, દેશભરમાં કોલ્ડવેવની શક્યતા…

Covid-19 / 8 લોકોના મોત સાથે નોધાયા 990 નવા કેસ, જાણો રાજ્યમાં કુલ કેસન…

Gandhinagar / વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ..!! ખેતી મુદ્દે સરકારને તઘલખી નિર્…

Gujarat / CM ના નેતૃત્વમાં હાઈ પાવર કમિટીની બેઠકમાં શાળાઓ ખોલવા અંગે લ…

Arvalli / કોરોના ઇન્જેક્શન મામલે વિવાદિત ઓડિયો વાયરલ, ઈન્જેકશન બારોબાર…