Arvalli/ કોરોના ઇન્જેક્શન મામલે વિવાદિત ઓડિયો વાયરલ, ઈન્જેકશન બારોબાર વેચી દેવાતા હોવાનો આક્ષેપ

બાયડની વાત્રક હોસ્પિટલમાં કોરોના ઈન્જેકશન બારોબાર વેચી દેવાતા હોવાનો આક્ષેપ

Top Stories Gujarat Others

@મહેશ પરમાર, બાયડ 

  • રેમડીસીવીર ઇજકેશન હોસ્પિટલ બહાર વેચી દેવાય છે તેઓ ઓડિયોમાં આક્ષેપ
  • ઓળખીતાને કોરોના ઇન્જેક્શન આપી દેવાતા હોવાનો ગંભીર આક્ષેપ
  • દર્દીના પરિવારજને કર્યો ઓડિયો વાયરલ
  • બાયડની વાત્રક હોસ્પિટલમાં કોરોના ઈન્જેકશન બારોબાર વેચી દેવાતા હોવાનો આક્ષેપ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાત્રક ખાતે આવેલી કોવિડ હોસ્પિટલમાં અવાર નવાર દવાનો જથ્થો ખૂટી જતો હોવાની બુમો સામે આવે છે.ત્યારે દવા ખૂટી જવા મામલે વાત્રક હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે.

બાયડ તાલુકાના ગ્રામ્ય પંથકના એક યુવકના સગા ને વાત્રક ખાતે આવેલી કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા પરંતુ સારવાર દરમ્યાન અપાતા ઈન્જેકશન નો સ્ટોક ન હોવાથી ખાનગી મેડિકલ માંથી લાવવામાં આવ્યા હતા જેનો ખર્ચ 2800 ની આસપાસ થયો હતો દર્દીના સગાએ જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ટેલીફોનીક વાત કરી હતી જેથી હિંમતનગર સિવિલ ના આર એમ ઓ એન એમ શાહ દ્વારા જણાવાયું હતું કે અરવલ્લી જિલ્લામાં મોડાસા અને વાત્રક ખાતે આવેલી કોવિડ હોસ્પિટલમાં દવાનો જથ્થો સરખી માત્રામાં પહોંચાડવામાં આવે છે પરંતુ વાત્રક ખાતે આવેલી કોવિડ હૉસ્પિટલ માં જ અવાર નવાર દવાનો સ્ટોક ખૂટી જતો હોવાની બુમો સામે આવે છે તો ક્યાંક આ જથ્થો સગેવગે તો નથી થતો ને…???

બીજી તરફ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાત્રક ખાતે જે જથ્થો ફાળવવામાં આવે છે તેનું રજીસ્ટર રાખવા મા આવે છે. તો સમગ્ર ઓડિયો ક્લિપ મામલે તપાસ થાય તો સત્ય બહાર આવે.

Vadodara / બ્રેઈન ડેડ બાળકી સાત વ્યક્તિઓમાં જીવશે જિંદગી, આટલા અંગો કર્…

Gandhinagar / સહકારી બેન્કોને નાના માણસોને ધિરાણ આપવા માટે આગળ આવવા CM વિજ…

Crime / જમીન વિવાદમાં ઘુમા કબીર આશ્રમના મહંત અપહરણ કેસમાં આટલા આરોપી…

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…