કોરોનાએ હવે ધીમે ધીમે સામાન્ય માણસ બાદ સેલિબ્રિટી અને રમતનાં ખેલાડીઓને પોતાની ઝપટમાં લેવાનું શરૂ કરી દીધુ છે. સચચિન તેડુંલકર, યુસુફ પાઠણ, ઈરફાન પઠાણ બાદ હવે ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર કોરોનાની ઝપટમાં આવી ગઇ છે.
કોરોના સંક્રમિત / રોડ સેફ્ટી સીરિઝનો ચોથો ક્રિકેટર કોરોના સંક્રમિત, સવાલોના ઘેરામાં ટુર્નામેન્ટ
ટી-20 ની કેપ્ટન હરમનપ્રીત કૌરને કોરોનાનાં લક્ષણો હોવાનું સામે આવી રહ્યુ છે, જે પછી તે પટિયાલામાં તેના ઘરે આઇસોલેશનમાં છે. ભારતીય મહિલા ક્રિકેટરનાં સંક્રમણ અંગે પંજાબ સરકારનાં આરોગ્ય વિભાગે માહિતી આપી છે. હરમનપ્રીત કૌરનાં નજીકનાં સુત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું કે, હરમનપ્રીતે પોતાને ઘરે આઇસોલેશન કરી દીધી છે. ગઈ કાલે તેણે ટેસ્ટ કરાવ્યો હતો અને આજે સવારે તે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેને ચાર દિવસ સુધી હળવો તાવ હતો અને આ જ કારણે તેણે ટેસ્ટ કરાવ્યો. તેની તબિયત હાલમાં બરોબર છે.
Harmanpreet Kaur tests positive for Covid-19
Read @ANI Story | https://t.co/Q7cRBDWBJY pic.twitter.com/hFb1QhS66Y
— ANI Digital (@ani_digital) March 30, 2021
Funny Moment / બટલરનાં આઉટ થયા બાદ કોહલી ખુશી વ્યક્ત કરતા કૂદકો મારવા લાગ્યો, જુઓ આ વીડિયો
હરમનપ્રીત કૌરે દક્ષિણ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં 5 મેચ રમી હતી, જેમાં તેણે કુલ 150 રન બનાવ્યા હતા. જો કે યજમાન દક્ષિણ આફ્રિકાએ શ્રેણી 4-1 થી જીતી લીધી હતી. જો કે આ પછી, હરમનપ્રીત કૌર ઈજાને કારણે ટી-20 સિરીઝમાંથી હટી ગઈ હતી. સુત્રોએ જણાવ્યું હતું કે, “દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ દરમિયાન તેણીનો નિયમિત ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો અર્થ છે કે તે પછી તે વાયરસનો ભોગ બની હતી.” ઉલ્લેખનીય છે કે, હરમનપ્રીત કૌર પહેલા સચિન તેંડુલકર, યુસુફ પઠાણ, એસ બદ્રીનાથ અને ઇરફાન પઠાણ પણ કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા છે. આ ચાર ખેલાડીઓ તાજેતરમાં પૂર્ણ થયેલી રોડ સેફટી વર્લ્ડ સિરીઝમાં ઈન્ડિયા લિજેન્ડ્સ તરફથી રમ્યા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
