Funny Moment/ બટલરનાં આઉટ થયા બાદ કોહલી ખુશી વ્યક્ત કરતા કૂદકો મારવા લાગ્યો, જુઓ આ વીડિયો

સન્ડેને સુપર સન્ડે સાબિત કરતી ભારત અને ઈંગ્લેન્ડની મેચ રોમાંચથી ભરપૂર હતી. મેચ દરમિયાન ઘણીવાર એવુ લાગ્યુ કે, આ મેચને ટીમ ઈન્ડિયા આસાનીથી જીતી જશે…

Sports

સન્ડેને સુપર સન્ડે સાબિત કરતી ભારત અને ઈંગ્લેન્ડની મેચ રોમાંચથી ભરપૂર હતી. મેચ દરમિયાન ઘણીવાર એવુ લાગ્યુ કે, આ મેચને ટીમ ઈન્ડિયા આસાનીથી જીતી જશે પરંતુ ઈંગ્લેન્ડનાં બેટ્સમેનોએ અંતિમ ઓવરનાં અંતિમ બોલ સુધી સંઘર્ષ કરી ટીમનો દમખમ બતાવી દીધો. આ મેચ દરમિયાન ઘણા એવા પણ કિસ્સાઓ બન્યા જે ઘણા ફની સાબિત થયા હતા.

IND vs ENG / 95 રન બનાવીને પણ ઈંગ્લેેન્ડને જીત ન અપાવી શક્યો, સેમ કરને જણાવ્યું આ કારણ

આપને જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીની એક ફની પ્રતિક્રિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના પર ચાહકો આનંદ માણી રહ્યા છે. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે દરમિયાન જોસ બટલરનાં આઉટ થયા બાદ અને વિરાટ કોહલીએ પોતાની ખુશી વ્યક્ત કરતા ઉછડવાનુ શરૂ કરી દીધુ હતુ. વિરાટ કોહલીની આ મજેદાર પ્રતિક્રિયા જેવી વાયરલ થઇ તો સોશિયલ મીડિયા પર તેને લઇને ફેન્સ મજા ઉડાવવા લાગ્યા હતા. ઈંગ્લેન્ડની ઇનિંગ દરમિયાન ટીમ ઇન્ડિયાએ જોસ બટલર સામે 16 મી ઓવરનાં પહેલા બોલ પર એલબીડબ્લ્યુની અપીલ કરી હતી, પરંતુ ઓન-ફીલ્ડ એમ્પાયરે બેટ્સમેનને નોટ આઉટ જાહેર કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ ડીઆરએસ લીધો, રિપ્લેમાં તે સ્પષ્ટ થયુ હતું કે શાર્દુલ ઠાકુરે બટલરને એલબીડબ્લ્યુ આઉટ કરી દીધો છે.

https://www.instagram.com/p/CM9v-3lgnpE/?utm_source=ig_web_copy_link

IND vs ENG / કોહલીની વિરાટ સેનાએ ઈંગ્લેન્ડને હરાવી વનડે સિરીઝ પણ કરી કબ્ઝે

રિપ્લેમાં જોયા બાદ થર્ડ અમ્પાયરે બટલરને આઉટ આપ્યો હતો, તે પછી ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી ખુશી વ્યક્ત કરતા કૂદકા મારવા લાગ્યા હતા.. વિરાટ કોહલીનાં આ વીડિયોને લઈને લોકોએ અલગ-અલગ મીમ્સ બનાવ્યા છે. જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી હંમેશા મેદાનમાં ઉર્જાસભર રહેતા હોય છે. તેમની ઉર્જાસભર રહેવાના કારણે તે આજે સફળ બેટ્સમેન અને સફળ કેપ્ટન બની ગયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ