ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ઈંગ્લેન્ડની ટીમ 40 મી ઓવરમાં 8 મી વિકેટ ગુમાવ્યા બાદ મેચમાંથી લગભગ બહાર નીકળી ગઈ હતી. તેને છેલ્લા 10 ઓવરમાં લગભગ 73 રનની જરૂર હતી અને તેની પાસે માત્ર બે વિકેટ બાકી હતી. પરંતુ ઈંગ્લેન્ડનાં યુવા અને લડાકું ઓલરાઉન્ડર સેમ કરને પોતાની સર્વશ્રેષ્ઠ બેટિંગનું પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડની ટીમને જીતથી થોડી દૂર લાવી દીધી હતી. જો કે અંતમાં તે પોતાની ટીમને જીત અપવવામાં અસફળ રહ્યો હતો. મેચ બાદ સેમ કરને આ પાછળનું કારણ પણ સમજાવ્યું હતું.

IND vs ENG / કોહલીની વિરાટ સેનાએ ઈંગ્લેન્ડને હરાવી વનડે સિરીઝ પણ કરી કબ્ઝે
ઈંગ્લેન્ડને છેલ્લી 4 ઓવરમાં 41 રનની જરૂર હતી. સેમ અને માર્ક વુડની જોડી મેદાનમાં ડટીને ઉભી હતી અને અહીં કેપ્ટન વિરાટ કોહલીએ મેચમાં તેના સૌથી સફળ બોલર શાર્દુલ ઠાકુરને આ ઓવર આપી હતી. ઠાકુરે 4 વિકેટ લીધી હતી અને તે તેની 5 મી વિકેટની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ સેમે તેને આ ઓવરમાં ખૂબ રન બનાવી તેના ઇરાદા પર પાણી ફેરવી દીધુ હતુ. અને આ ઓવરમાં 2 ચોક્કા અને એક છક્કાની મદદથી તેણે 18 રન બનાવ્યા હતા અને જે બાદ ભારતીય ટીમનાં ધબકારા વધી ગયા હતા. હવે ઈંગ્લેન્ડને છેલ્લા 18 બોલમાં 23 રનની જરૂર હતી, અને સેમની ક્રીઝ પર હોવાથી આ ટાર્ગેટ ઘણો સહેલો લાગી રહ્યો હતો. પરંતુ ભુવનેશ્વર કુમારે પોતાનો અનુભવ આપતા 48 મી ઓવરમાં માત્ર 4 રન આપ્યા જ્યારે હાર્દિક પંડ્યાએ પણ 49 મી ઓવરમાં 5 રન ખર્ચ કરીને ભારતને મેચમાં પાછો લાવવાનો પ્રયાસ કર્યો. 83 બોલમાં 3 છક્કા અને 9 ચોક્કાની મદદથી અણનમ 95 રન ફટકારનારા સેમને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ અપાયો હતો.

કોહલીની વિરાટ છલાંગ / ટીમ ઈન્ડિયાનાં કેપ્ટને તોડ્યો ખાસ રેકોર્ડ
આ દરમિયાન તેણે કહ્યું, ‘હું આ મેચને શક્ય તેટલા બોલ રમીને અંત સુધી પહોંચાડવા માંગતો હતો કારણ કે તેને બચાવવું મુશ્કેલ હતું. પરંતુ અંતે નટરાજને સારી બોલિંગ કરી અને બતાવ્યુ કે તે શા માટે એક મહાન બોલર તરીકે ઓળખાય છે.’ તેણે અંતિમ ઓવરમાં માત્ર 4 રન ખર્ચનારા ભુવનેશ્વર કુમારની પણ પ્રશંસા કરી. યુવાને કહ્યું, “હું જાણતો હતો કે, મેચમાં એક તરફની બાઉન્ડ્રી ઓછી છે. ભુવી શ્રેષ્ઠ બોલર છે. આ જ કારણ છે કે મે તેને દૂરથી જ રમવાનું પસંદ કર્યુ.’ આ યુવા ખેલાડીએ કહ્યું, ‘હુ લાંબા સમયથી ઈંગ્લેન્ડ માટે કશું ખાસ કરી શક્યો નહોતો, તેથી હું આ મેચને અંત સુધી પહોંચાડીને જીતવા માંગતો હતો. પરંતુ અમે જીતી શક્યા નહીં. જો કે આ શીખવાની દ્રષ્ટિએ વધુ સારું હતું. હવે હું આશા રાખું છું કે આવતા કેટલાક સપ્તાહમાં આ પરિસ્થતિઓ હેઠળ આઈપીએલ રમવાનું વધુ સારું રહેશે.’
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
