આઈસીસી વિશ્વકપ 2019માં મંગળવારે રમાઇ ગયેલી ભારત અને બાંગ્લાદેશની મેચમાં ભારતે બાંગ્લાદેશને 28 રને માત આપી દીધી છે. આ જીત સાથે ટીમ ઈંન્ડિયાએ સેમીફાઈનલમાં પણ એન્ટ્રી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયા બાદ ભારત બીજી ટીમ રહી કે જે સેમીફાઈનલમાં પહોચી ચુકી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મંગળવારે મેચ દરમિયાન એક ખાસ ભારતીય સપોર્ટર પર સૌ કોઇની નજર રહી હતી. આ એક 87 વર્ષીય મહિલા છે, જેમનું નામ ચારુલતા છે. જે ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે વ્હીલ ચેર પર બેસીને મેદાનમાં પહોચ્યા હતા. દરેક તેમની આ લાગણીઓનું સમ્માન કરતા સલામ કરી રહ્યા છે. ઉંમરનાં આ પડાવમાં પણ તેમણે ભારતીય ક્રિકેટર્સને પૂર જોશ સાથે સપોર્ટ કર્યો હતો, તેટલુ જ નહી તેઓ આ દરમિયાન ઘણા ખુશ પણ દેખાયા હતા.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
કોણ છે આ મહિલા
ભારત અને બાંગ્લાદેશની મેચમાં ભારતીય ટીમને સપોર્ટ કરવા પહોચેલા ચારુલતા પટેલ મૂળ ભારતીય પણ તાનઝાનીયમાં તેમનો જન્મ થયો હતો. તેમના સંતાનોને પણ તેમની જેમ ક્રિકેટ પસંદ છે. ચારુલતા 20 વર્ષનાં હતા ત્યારથી ક્રિકેટની મેચો જોવાનો શોખ ધરાવે છે. .
#WATCH Birmingham: 87 years old Charulata Patel who was seen cheering for India in the stands during #BANvIND match, waves the tricolor and blows a vuvuzela. #CWC19 pic.twitter.com/oVoOhbjFyp
— ANI (@ANI) July 2, 2019
તેઓ જ્યારે કામ કરતા હતા ત્યારે ટીવીમાં ક્રિકેટને જોઇ ઘણા ખુશ થતા હતા. તેમની ઇચ્છા હતી કે જે રીતે તે ટીવીમાં ક્રિકેટ નિહાળતા ટીમ ઈંન્ડિયાને સપોર્ટ કરે છે તેવી જ રીતે સ્ટેડિયમમાં જઇને પણ ટીમ ઈંન્ડિયાને સપોર્ટ કરશે.
કેપ્ટન કોહલી અને રોહિત શર્મા મળ્યા વૃદ્ધ મહિલા પ્રશંસકને
How amazing is this?!
India's top-order superstars @imVkohli and @ImRo45 each shared a special moment with one of the India fans at Edgbaston.#CWC19 | #BANvIND pic.twitter.com/3EjpQBdXnX
— ICC Cricket World Cup (@cricketworldcup) July 2, 2019
ટીમ ઈંન્ડિયાની જીત બાદ કેપ્ટન કોહલી બર્મિંઘમનાં એજબેસ્ટન સ્ટેડિયમમાં ભારતને સપોર્ટ કરવા આવેલ 87 વર્ષીય વૃદ્ધ મહિલા પ્રશંસક ચારુલતાને મળ્યો. ટીમ ઈંન્ડિયાનાં કેપ્ટન સિવાય મેચમાં મેન ઓફ ધ મેચ રહેલા સ્ટાર ઓપનર રોહિત શર્મા પણ આ વૃદ્ધ મહિલા પ્રશંસકને મળ્યા હતા. મેચ બાદ વિરાટ કોહલીએ ટ્વીટ કરી ચારુલતા પટેલને આશિર્વાદ આપવા માટે ધન્યવાદ કહ્યુ હતુ.
Also would like to thank all our fans for all the love & support & especially Charulata Patel ji. She's 87 and probably one of the most passionate & dedicated fans I've ever seen. Age is just a number, passion takes you leaps & bounds. With her blessings, on to the next one. 🙏🏼😇 pic.twitter.com/XHII8zw1F2
— Virat Kohli (@imVkohli) July 2, 2019
ભારતીય ટીમને સપોર્ટ કરવા આવેલા 87 વર્ષનાં ચારુલતા ટીમની જ્યારે બેટિંગ ચાલી રહી હતી ત્યારે ખુબ જોશ સાથે બેકઅપ કરી રહ્યા હતા. તેવામાં તે ટીવીનાં કેમેરાથી કેવી રીતે બચી શકે, જેવા તે ટીવીમાં નજર આવ્યા ત્યારબાદ સોશેયલ મીડિયા પર તે ફેમસ થઇ ગયા. તેમના આ જોશને જોઇ કોમેન્ટેટર પણ હેરાન રહી ગયા હતા. ટીવી કોમેન્ટેટર હર્ષા ભોગલે કહ્યુ કે, આ કેટલો સુંદર નજારો છે. આવા ફેનનાં કારણે જ ક્રિકેટમાં રોમાંચ બની રહ્યો છે. જો આવા ડ દર્શકો ખેલાડીઓનો ઉત્સાહ વધારવા પહોચશે તો નિશ્ચિત રીતે આ રોમાંચ વધતો જ રહેશે. જ્યારે ચારુલતાને સવાલ કરવામા આવ્યો કે શું ટીમ ઈંન્ડિયા વિશ્વકપ જીતશે તો તેમણે હા જવાબ આપ્યો હતો.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
#WATCH 87 year old Charulata Patel who was seen cheering for India in the stands during #BANvIND match: India will win the world cup. I pray to Lord Ganesha that India wins. I bless the team always. #CWC19 pic.twitter.com/lo3BtN7NtD
— ANI (@ANI) July 2, 2019
મીડિયાની સાથે વાર્તાલાભ કરતા ચારુલતાએ જણાવ્યુ કે, ઈંન્ડિયા તેમની ટીમ છે અને આ કારણે તે તેને સપોર્ટ કરે છે અને ભવિષ્યમાં પણ તે આ રીતે જ સપોર્ટ કરતા રહેશે. તેમણે આગળ જણાવ્યુ કે, જ્યારે હુ આફ્રિકામાં હતી ત્યારથી હુ ક્રિકેટ જોઇ રહી છુ. જ્યારે હુ કામ કરતી હતી ત્યારે હુ તેને ટીવી પર દેખતી હતી અને હવે હુ રિટાયર થઇ ચુકી છુ અને હવે તેને લાઇવ જેવુ છુ. ઉંમરનાં આ પડાવ પર ક્રિકેટને લઇને આટલો જૂનૂન ક્યારેક જોવા મળે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
