પ્રહાર/ કિરીટ સોમૈયાએ CM ઉદ્વવ ઠાકરે પર નિશાન સાધ્યું,જાણો શું કહ્યું..

ભાજપના નેતા કિરીટ સોમૈયાએ શનિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી. તેમણે સીએમ ઠાકરે પર થાણેના બિઝનેસમેન મનસુખ હિરેનની હત્યાનો આરોપ લગાવ્યો હતો.

Top Stories India

ભાજપના નેતા કિરીટ સોમૈયાએ શનિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી. તેમણે સીએમ ઠાકરે પર થાણેના બિઝનેસમેન મનસુખ હિરેનની હત્યાનો આરોપ લગાવ્યો હતો. કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે થાણે સ્થિત વેપારી મનસુખ હિરેનની હત્યા તેમના નજીકના પોલીસ અધિકારીઓએ કરી હતી. ભાજપના નેતા સોમૈયાએ કહ્યું કે તેઓ આ મામલાની તપાસ કરી રહેલા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના અધિકારીઓને મળશે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બુધવારે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્મા થાણે સ્થિત બિઝનેસમેન મનસુખ હિરેનની ઘાતકી હત્યાના મુખ્ય કાવતરાખોર હતા. NIA અનુસાર, ઉદ્યોગપતિ મુકેશ અંબારીના પરિવારને ડરાવવાના મોટા કાવતરામાં મનસુખ હિરેન એક નબળી કડી હોવાનું માનવામાં આવતું હતું.

હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલા તેના સોગંદનામામાં, એનઆઈએએ જણાવ્યું હતું કે આ કેસના અન્ય આરોપીઓ સાથે શર્માએ પોલીસ કમિશનરની ઓફિસ બિલ્ડિંગના પરિસરમાં ઘણી બેઠકો કરી હતી, જ્યાં કથિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. એજન્સીએ દાવો કર્યો હતો કે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેએ શર્માને 45 લાખ રૂપિયા આપ્યા હતા જે તેણે હિરેનની હત્યા કરનાર વ્યક્તિને આપ્યા હતા.

25 ફેબ્રુઆરી 2021ના રોજ, દક્ષિણ મુંબઈમાં મુકેશ અંબરીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી એક SUP મળી આવી હતી. આ SUV મનસુખ હિરેનની હતી, જે ગયા વર્ષે 5 માર્ચે થાણે નજીક એક ખાડી (નાની નદી)માં મૃત હાલતમાં મળી આવી હતી.

NIAએ તેના સોગંદનામામાં કહ્યું છે કે પ્રદીપ શર્મા એક ગેંગનો સક્રિય સભ્ય હતો જેણે અંબાણી પરિવાર અને અન્ય લોકોને આતંકિત કરવાનું કાવતરું ઘડ્યું હતું અને મનસુખ હિરેન આ કાવતરામાં નબળી કડી હતો, તેથી શર્માએ તેની હત્યા કરાવી હતી. એજન્સીએ દાવો કર્યો હતો કે મનસુખ હિરેન સમગ્ર ષડયંત્ર અને આરોપીઓ વિશે જાણતો હતો.

તે સત્ય જાહેર ન કરી શકે તે ડરથી તેની હત્યા કરવામાં આવી હતી. કારણ કે જો આવું થયું હોત તો શર્મા અને વાજે માટે ઘણી મુશ્કેલી ઊભી થઈ હોત. ભૂતપૂર્વ ‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ શર્માની NIA દ્વારા 17 જૂન, 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. એનઆઈએ અનુસાર શર્મા અને અન્ય આરોપીઓએ UAPA હેઠળ ગુના કર્યા છે.