દુનિયાના ઘણા ભાગોમાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું. ભારતના સ્થાનિક સમય મુજબ 3 વાગ્યા 21 મિનિટમાં પૂર્ણ સૂર્યગ્રહણ શરૂ થયું હતું.જો કે ભારતમાં તે જોવા મળ્યું નહોતું.2019 નું પહેલું પૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન કેટલાક સમય માટે વિશ્વના કેટલાક ભાગોમાં અંધારું છવાઇ ગયું હતું. પૂર્ણ સૂર્યગ્રહણ મોડી રાત થયું હોવાના કારણે ભારતમાં જોવા મળ્યું નહોતું.
વિશ્વના કેટલાક ભાગો જેવા કે ચીલી, અર્જેન્ટિના અને બ્રાઝિલના કેટલાક સ્થળોએ બ્રહ્માંડની આ અગ્રેસર ઘટનાની સુંદર તસ્વીર લોકોને જોવા મળી.
સુર્યગ્રહણને કેમેરામાં કેદ કરવા માટે વિશ્વભરમાં ઘણા દેશોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સૂર્યગ્રહણની આ અનોખી તસ્વીર માટે અંતરિક્ષ એજન્સી નાસાએ હાઇરેન્જના ટેલીસ્કોપની ખાસ વ્યવસ્થા કરી હતી.
સૌ પ્રથમ ચીલી સૂર્યગ્રહણની જોવા મળ્યું હતું.ચીલી ઉપરાંત, ઉરુગ્વે, પેરાગ્વે, ઇક્વાડોર અને બ્રાઝિલમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યો હતો. રાતના કારણે,ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેપાળમાં અને ગ્રહણનો નજારો જોવા મળ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
