આઈસીસી વિશ્વકપ 2019માં મંગળવારે રમાઇ ગયેલી ભારત-બાંગ્લાદેશ મેચમાં ભારતે 28 રને જીત મેળવી હતી. જો કે આ મેચમાં બાંગ્લાદેશનાં બેટ્સમેનોએ અંત સુધી હાર ન માનતા તાબડતોડ બેટિંગ કરી હતી. જે દરમિયાન ભારતીય ટીમ સહિત દર્શકો પણ ગભરાઇ ગયા હતા. બાંગ્લાદેશની ટીમ ઓલ આઉટ થયા પહેલા સુધી મેચમાં બની રહી હતી. આ વાતને ખુદ વિરાટ કોહલી પણ માની હતી. વિશ્વકપ 2019માં બાંગ્લાદેશનું પ્રદર્શન ઘણુ સારુ રહ્યુ હતુ, જેને અન્ય ટીમો પણ માની રહી છે. આ મેચમાં બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને 66 અને મોહમ્મદ સૈફઉદ્દીન નોટ આઉટ 51 રરન બનાવ્યા હતા. તેમની આ ઈંનિગ્સ પણ કોઇ કામ ન આવી અને ટીમને 28 રને હાર મળી.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
#NewCoverPic pic.twitter.com/svB7i0nXxy
— ICC Cricket World Cup (@cricketworldcup) July 2, 2019
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ અંતિમ ઓવર સુધી પહોચી ગઇ હતી. વિરાટ કોહલીએ બાંગ્લાદેશની બેટિંગને જોતા 48મી ઓવર જસપ્રિત બુમરાહને આપી હતી, જેમા તેણે અંતિમ બે બોલમાં બે વિકેટ ઝડપી બાંગ્લાદેશને ઓલ આઉઠ કરી હતી. મેચમાં જીત મેળવ્યા બાદ કોહલીએ કહ્યુ કે, ‘બાંગ્લાદેશની ટીમે ટૂર્નામેન્ટમાં શાનદાર ક્રિકેટ રમી છે. જ્યા સુધી અંતિમ બોલ ફેંકવામાં આવી ત્યા સુધી તે મેચમાં હતી. તેમણે સકારાત્મકતા દર્શાવતા બેટિંગ કરી હતી.’ ભારતીય ટીમે આ જીત સાથે સેમીફાઈનલમાં જગ્યા બનાવી દીધી છે. આ કરનાર તે બીજી ટીમ બની ગઇ છે. ભારત પહેલા 2015 વિશ્વકપ વિજેતા ઓસ્ટ્રેલિયાએ સેમીઇઈનલમાં પ્રવેશ કર્યો હતો. કોહલીએ તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, ‘પોઈન્ટ ટેબલમાં તમારા નામની સામે ક્વોલિફાય લખાયેલુ હોય તે જોવુ સારો અહેસાસ કરવા છે. આ અમને એક સારી માનસિકતામાં રાખશે.’
The leading run-scorer at #CWC19 is today's Player of the Match!#TeamIndia | #BANvIND pic.twitter.com/P1YDrqyKZc
— ICC Cricket World Cup (@cricketworldcup) July 2, 2019
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
આ મેચમાં ધમાકેદાર બેટિંગ કરી 104 રનની ઈનિગ્સ રમેલા રોહિત શર્માને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. રોહિત વિશે કેપ્ટન કોહલીએ કહ્યુ કે, ‘હુ તેને ઘણા લાંબા સમથી જોઇ રહ્યો છુ અને એટલે જ કહી શકુ છુ કે તે વન ડે માં સૌથી શાનદાર બેટ્સમેન છે. જ્યારે તે આ રીતે રમતા હોય છે ત્યારે દરેકને એક ખુશી મળે છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
