Surat News : જાહેર માર્ગો પર શ્વાનનો ત્રાસ નવો નથી. જેને કારણે અનેક લોકોને યેનકેન પ્રકારે જીવ ગુમાવવો પડે છે. પરતું આ સમસ્યાનો ઉકેલ લાવવાની જવાબદારી તંત્રની છે. આવો જ એક બનાવત્યારે આવી ઘટના સુરતમાં ઘટી હતી. જેમાં સુરતમાં શ્વાનના આતંકે એક વ્યક્તિનો જીવ લીધો હતો. મળતી માહિતી મુજબ શહેરના પાલ ઉગત રોડ પરથી ઘનશ્યામ પરમાર બાઇક લઇને પસાર થતા હતા.
આ દરમિયાન રસ્તા પર રખડતું શ્વાન તેમની પાછળ દોડ્યું હતું. જેના કારણે પોતાને બચાવવા જતા બાઈકચાલકે બેલેન્સ ગુમાવ્યું હતુ અને રસ્તા વચ્ચે પટકાયા હતા. બાઇક પરથી પટકાતા ઘનશ્યામ પરમારનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે રખડતા શ્વાનના કારણે 6 વર્ષની દીકરીએ તેના પિતા ગુમાવ્યા હતા.
આ ઘટના સુરતના પાલ-ઉગત રોડ ઉપર પર ઘટી હતી. ત્યારે શ્વાનના કારણે મૃત્યુ નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે. બીજી તરફ લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે. જેમાં રસ્તે રખડતા શ્વાનોને લઇ કોઇ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો: માતા-પિતાએ બાળકના કપાળે બાંધ્યો ફોન, વાયરલ વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે
આ પણ વાંચો: આણંદ : નિષ્ઠુર માતા-પિતાની મરી પરવારી માનવતા
આ પણ વાંચો: એક નાની ભૂલે દીકરીનો જીવ લીધો, પિતા આખી જિંદગી પોતાને માફ નહીં કરી શકે
