Kutch News: ગુજરાતની પશ્ચિમમાં આવેલું કચ્છમાં (Kutch) સંભવિત વાવાઝોડાની (Cyclone) અસરના પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain) પડતા કચ્છ જળબંબાકાર થઈ ગયું છે. કચ્છના ફક્ત માંડવીમાં 15.52 ઈંચ વરસાદ નોંધાયો છે, મુન્દ્રામાં 8 ઈંચ, અબડાસામાં 6.48 ઈંચ, અંજારમાં 3.2 ઈંચ, ગાંધીધામમાં 2.6 ઈંચ, ભુજમાં 2.3 ઈંચ, લખપતમાં 2.12 ઈંચ, નખત્રાણામાં 1.72 ઈંચ, ભચાઉમાં 1.68 ઈંચ, રાપરમાં 0.52 ઈંચ વરસાદ નોંધાયો છે. દરિયાકાંઠા વિસ્તારમાં સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આજે કચ્છ જીલ્લામાં વાવાઝોડું આવવાની શક્યતાઓ છે.

રાજ્યમાં હાલ વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર આફત ઊભી થઈ છે. ડીપ ડિપ્રેશન (Deep Depression) આજે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. કચ્છમાં કુદરતી આફત વાવાઝોડાની આગાહીને લઈ જિલ્લા કલેક્ટર અમિત અરોરાનો પ્રજાજોગ સંદેશ જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હવામાન વિભાગની આગાહી મુજબ 30 ઓગસ્ટના રોજ સવારના 4 વાગ્યાથી સાંજે 4 સુધી કચ્છ જિલ્લાના લખપત, અબડાસા તથા માંડવી તાલુકામાં ચક્રવાતની અસર થવાની સંભાવના છે. લોકોને સલામત જગ્યા પર ખસેડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.
કચ્છ જીલ્લામાં સંભવિત વાવાઝોડાની આગાહીને લઈને કાંઠાની નજીકના કાચા મકાન/ઝુપડામાં રહેતા લોકોને સમજાવટ કરી સુરક્ષિત સ્થળો પર સહી સલામત સ્થાળાંતર કરવામાં આવ્યા.#RainFallinGujarat @CMOGuj @SEOC_Gujarat pic.twitter.com/mqq0GMoKoH
— Collector & DM, Kachchh (@CollectorKutch) August 30, 2024
કચ્છમાં વાવાઝોડાની અસરના કારણે મુન્દ્રા, કંડલા અને જખૌ પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. કચ્છના ત્રણ તાલુકાઓમાં અસર થવાની સંભાવના છે. જેને લઈ તંત્ર દ્વારા માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં લોકોને એલર્ટ કર્યા છે. મુન્દ્રાના ગુન્ડિયાળી ગામ નજીક મીઠાનાં અગરમાં બે લોકો ફસાયા હતા. હાલ લોકોને સલામત સ્થળે ખસેડી લીધા છે

કચ્છના લખપતમાં કાચા મકાનમાં રહેતા લોકોનું સ્થળાંતરણ કરવામાં આવી રહ્યું છે. આજે અને આવતીકાલે કચ્છના દરિયાકાંઠે વાવાઝોડાના કારણે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આજે કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 45થી 65 કિ.મી. પ્રતિ કલાકની ઝપડે પવન ફૂંકાઇ શકે છે. દરિયા કિનારે આ ઝડપ 65થી 75 કિમી પ્રતિ કલાક સુધી થઇ શકે છે. કચ્છ દરિયા કિનારે 60 થી 75 કિમીની ઝડપે પવન ફૂંકાવાથી એનડીઆરએફ (NDRF), એસડીઆરએફ (SDRF), ગુજરાત વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.

આ પણ વાંચો:આજે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ આવશે; કચ્છ, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ
આ પણ વાંચો:Gujarat Rain Live: તળાજામાં મેઘરાજાનું આગમન, મુન્દ્રા પોર્ટ સંપર્ક વિહોણું બન્યું
આ પણ વાંચો:કચ્છમાં આજે વાવાઝોડાની સંભાવના વધુ, કલેક્ટરે સાવચેત રહેવા જણાવ્યું
