Gujarat Weather News: હવામાન વિભાગે (IMD) વરસાદને લઈ મોટી આગાહી કરી છે. આજનો દિવસ ગુજરાત માટે ભારે છે. મોરબી, કચ્છ અને દ્રારકામાં અતિ ભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ (Red Alert) અપાયું છે. માંડવી, અબડાસા, લખપતમાં વવાઝોડાની સંભાવના વધુ છે. વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાશે જેથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટાં પડશે. કચ્છમાં 80 કિ.મી.ની ઝડપે પવન ફુૂંકાશે.
બીજી બાજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પડશે. રાજયમાં 40 કિ.મી.ની ઝડપે આંચકાવાળો પવન ફૂંકાશે જેને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. બંગાળની ખાડી પર સર્જાયેલું લો પ્રેશર (Low Pressure), આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગયું છે.
Yesterday’s DD over Saurashtra & Kachchh lay over the same region in the morning of 29 Aug 24, 60 km NW of Bhuj, 80 km NE of Naliya. Likely to move WSW, emerge into NE Arabian Sea off Kachchh and adjoining Saurashtra & Pak coasts & intensify into a Cyclonic Storm on 30th Aug.
— India Meteorological Department (@Indiametdept) August 29, 2024
મધ્યપ્રદેશ સુધી પહોંચતાં આ લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું પરિણામે ગુજરાતની ધરતી ઉપર આવીને વધુ મજબૂત બનતાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. જેના કારણે છેલ્લા 5 દિવસથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આફતની પરિસ્થિતિ ઉદભવી છે. આ ડીપ ડિપ્રેશન સિસ્ટમ (Deep Depression System) આજ સુધીમાં ઉત્તરપૂર્વીય અરબ સાગરમાં ભળી જશે. જેથી અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમ ભેગી થવાથી અરબ સાગરમાં આ ડીપ ડિપ્રેશન પોતાનું વિકારળ સ્વરૂપ બતાવશે. જેના કારણે કચ્છમાં ‘અસના’ નામનું વાવાઝોડું ત્રાટકી શકે છે. તેમજ આ દરમિયાન રાજ્યભરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
IMDની આગાહી મુજબ બે દિવસ બાદ તેની અસર ઘટશે. જેને પગલે આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વરસાદની સાયકલોનિક સિસ્ટમ વધુ ઝડપી બનશે. કચ્છના ભાગોમાં 60થી 65 કિ. મી ઝડપી પવન ફૂંકાયા બાદ વાવાઝોડું ત્રાટકશે. આ પરિસ્થિતિમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જોકે, અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ તોફાન ઓમાન કે પાકિસ્તાન તરફ ફંટાઈ જવાની શક્યતા છે.
આ પણ વાંચો:જોડિયા તાલુકાના જોડીયા ગામે આર્મી અને વહીવટી તંત્ર દ્વારા દિલધડક રેસ્ક્યુ
આ પણ વાંચો:Gujarat Rain Live: તળાજામાં મેઘરાજાનું આગમન, મુન્દ્રા પોર્ટ સંપર્ક વિહોણું બન્યું
આ પણ વાંચો:અતિભારે વરસાદના કારણે દસાડાના સાવડા ગામે સ્થિતિ કફોડી, મુખ્ય માર્ગ સંપૂર્ણ બંધ