World News/ ચાબહાર દ્વારા અમેરિકાએ રશિયા, ઈરાન અને ભારત સામે ઉભો કર્યો પડકાર

અમેરિકાના પ્રતિબંધોએ માત્ર ઈરાન માટે જ નહીં પરંતુ ભારત માટે પણ અનેક પડકારો ઉભા કર્યા છે.

World Top Stories Trending
US sanctions in effect on Chabahar Port

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે 50 ટકા ટેરિફ લાદીને ભારતને મોટો ફટકો આપ્યો. બંને દેશો વચ્ચે હજુ પણ ચર્ચા ચાલી રહી છે, ત્યારે અમેરિકાએ ચાબહાર બદરગાહને આપવામાં આવેલી પ્રતિબંધ મુક્તિ પાછી ખેંચી લીધી છે. આ નિર્ણયની હવે ભારત દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે.

ઈરાનનું ચાબહાર બદરગાહ ભારત માટે માત્ર વ્યાપારિક રીતે જ નહીં પરંતુ વ્યૂહાત્મક રીતે પણ મહત્વપૂર્ણ છે. હવે, યુએસ પ્રતિબંધો ભારત માટે એક મહત્વપૂર્ણ પડકાર ઉભો કરે છે. ભારત પણ આ સમગ્ર બાબત પર નજીકથી નજર રાખી રહ્યું છે. ચાબહાર બદરગાહ માટે અમેરિકાના નિર્ણયના પરિણામોની ભારત તપાસ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત ઈરાનના દરિયાકાંઠે સ્થિત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ચાબહાર બદરગાહ માટે 2018 ના પ્રતિબંધોમાં છૂટ રદ કરવાના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રના નિર્ણયના પરિણામોનો અભ્યાસ કરી રહ્યું છે.

“અમે ચાબહાર બદરગાહ માટે પ્રતિબંધોમાં છૂટ પાછી ખેંચી લેવા અંગે યુએસ મીડિયામાં નિવેદન જોયું છે. અમે હાલમાં ભારત પર તેની અસરોનો અભ્યાસ કરી રહ્યા છીએ,” જયસ્વાલે જણાવ્યું. ઈરાનના દક્ષિણ કિનારે સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત ચાબહાર બંદરના વિકાસમાં ભારત એક મુખ્ય ભાગીદાર છે. ભારત હાલમાં આ બંદર પર શાહિદ બેહેશ્તી ટર્મિનલનું સંચાલન કરે છે.

ટ્રમ્પની મંજૂરી બાદ, ચાબહારની છૂટછાટો રદ કરવાનો આદેશ 29 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ નિર્ણય બાદ, ચાબહાર પોર્ટના સંચાલનમાં સામેલ કોઈપણ કંપનીને યુએસ પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. સમસ્યા એ છે કે ભારતે આ બંદરમાં અબજો રૂપિયાનું રોકાણ કરી દીધું છે અને એક ટર્મિનલ પણ બનાવી રહ્યું છે. હવે, આવી પરિસ્થિતિઓમાં, ભારત માટે અહીં સંચાલન કરવું મુશ્કેલ બનશે.

આ બદરગાહ ભારત માટે મહત્વપૂર્ણ છે. પાકિસ્તાન સાથેના તણાવ દરમિયાન, ભારતે સૌપ્રથમ આ માર્ગનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં ઘઉં મોકલવા માટે કર્યો હતો. ચાબહાર એ આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ભારત, રશિયા અને ઈરાન દ્વારા સંયુક્ત રીતે તેની શરૂઆત કરવામાં આવી હતી. અમેરિકાના રશિયા અને ઈરાન સાથે પહેલાથી જ સંબંધો તણાવપૂર્ણ છે, અને હવે, ટ્રમ્પના ટેરિફને પગલે, ભારત સાથેના સંબંધો પણ બગડ્યા છે.
______________________________________________________________________________________________________

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Beijing News/ચીન અને તાલિબાને ટ્રમ્પને આપી ચેતવણી, કહ્યું કે બગ્રામ એરબેઝ પર નિયંત્રણ શક્ય નથી!

 આ પણ વાંચો:  World News/હવે H1-B વિઝાની અરજી ફીમાં પર લાખો યુએસ ડોલર ચૂકવવા પડશે, ભારતીય કર્મચારીઓ પડી શકે અસર

 આ પણ વાંચો:  us news/US સિટીજનશીપ મેળવવી વધુ મુશ્કેલ, ટ્રમ્પ વહીવટીતંત્ર સિટીજનશીપની પરીક્ષામાં થશે સુધારા !