Gandhinagar News: સામાન્ય નગરીકોની સમસ્યાઓ-પ્રશ્નોની રજૂઆતો માટે ટેકનોલોજીના વિનિયોગ સાથે પ્રતિમાસ યોજવામાં આવતો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ જાન્યુઆરી-૨૦૨૫માં યોજવામાં નહીં આવે.
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે, નગરપાલિકાઓ, ૧ મહાનગરપાલિકા તેમજ કેટલીક જિલ્લા તાલુકા પંચાયતોની બેઠકકોની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી છે. આ આદર્શ આચાર સંહિતાને અનુલક્ષીને જાન્યુઆરી મહિનાનો તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે નહીં. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે આચારસંહિતા અમલમાં આવી છે.
આ ચુંટણી આચારસંહિતાને અનુલક્ષીને, જાન્યુઆરી 2025 માસમાં જિલ્લા, તાલુકા અને રાજ્યકક્ષાનો ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે નહીં.
આ અંગેની સૂચના મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક વિભાગ દ્વારા નાગરિકોને આપવામાં આવી છે, જેથી દરેક નાગરિક આ નોંધ લે તે અનુરોધ કરવામાં આવેલ છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત: એક મનપા, 66 મહાનગરપાલિકા, 3 તાલુકાપંચાયતની 16 ફેબ્રુ.એ ચૂંટણી
આ પણ વાંચો: રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના સાત ડિરેક્ટરોની ચૂંટણી જાહેર
આ પણ વાંચો: આંધ્રમાં બેથી વધુ બાળકો હશે તેને જ મળશે ચૂંટણીની ટિકિટ
