Gandhinagar News/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત: એક મનપા, 66 મહાનગરપાલિકા, 3 તાલુકાપંચાયતની 16 ફેબ્રુ.એ ચૂંટણી

રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરી છે. ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલીકૃષ્ણએ ચૂંટણીઓની જાહેરાત કરી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતમાં લોકલ સ્વરાજ્યની ચૂંટણી માટેની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં 27 જાન્યુઆરી 2025એ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રક 1 ફેબ્રુઆરીથી ભરવામાં આવશે, અને 3 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રકની ચકાસણી કરવામાં આવશે. 4 ફેબ્રુઆરી 2025, ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. હવે, 16 ફેબ્રુરીએ મતદાન કરવામાં આવશે, અને 18 ફેબ્રુઆરી 2025એ મતગણતરી થશે. આ ચુંટણીમાં 27% OBC અનામતનો અમલ કરવામાં આવશે. આ ચૂંટણી 1 મનપા, 66 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતો માટે યોજાશે, જેમાં કુલ 2178 બેઠકો પર મતદાન થશે.

અમદાવાદની બાવળા,સાણંદ,ધંધુકા પાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થશે. ઉપરાંત ગાંધીનગરની માણસા, ખેડાની મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા, આણંદની આંકલાવ, બોરિયાવી, ઓડ,મહિસાગરની લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, સાબરકાંઠાની ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ,પાટણની હારીજ, ચાણસ્મા, રાધનપુર,મહેસાણાની ખેરાલુ, વડનગર,બનાસકાંઠાની ધાનેરા, વડોદરાની કરજણ,છોટાઉદેપુર, દાહોદની ઝાલોદ અને દેવગઢ બારિયા,પંચમહાલની કાલોલ, હાલોલ, નવસારીની બિલીમોરા, વલસાડ, પારડી, ધરમપુર, જામનગરની જામજોધપુર, ધ્રોલ, કાલાવડ, દ્વારકાની સલાયા, દ્વારકા, ભાણવડ પાલિકાની યોજાશે.

ઉપરાંત જૂનાગઢની બાંટવા, વિસાવદર, માણાવદર, વંથલી પાલિકાની ચૂંટણીની તારીખો આજે જાહેર કરાશે.  જૂનાગઢની માંગરોળ, ચોરવાડ, ગીર સોમનાથના કોડીનાર, કચ્છની રાપર, ભચાઉ પાલિકાની ચૂંટણીની તારીખ આજે  જાહેર થશે. અમરેલીની લાઠી, ચલાલા, જાફરાબાદ, રાજુલા પાલિકાની ચૂંટણી જાહેર થશે. ભાવનગરની સિહોર, ગારિયાધાર, તળાજા પાલિકાની ચૂંટણી યોજાશે. તદપરાંત રાજકોટની જસદણ, ભાયાવદર, જેતપુર, ઉપલેટા, ધોરાજી પાલિકાની પણ ચૂંટણી  યોજાશે. મોરબીની હળવદ પાલિકાની પણ  ચૂંટણી યોજાશે, પોરબંદરની કુતિયાણા, રાણાવાવ પાલિકા ઉપરાંત બોટાદ, મોરબીની વાંકાનેર પાલિકાની પેટાચૂંટણી યોજાશે, કુલ 69 પાલિકા અને 1 મહાનગર પાલિકની  ચૂંટણીની ટાઇમ ટેબલ આજે જાહેર થયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસે પ્રભારી નિમ્યા, બનાસકાંઠા માટે તુષાર ચૌધરી, બળદેવજી ઠાકોરને જવાબદારી

આ પણ વાંચો:પાટિલ હાલમાં નહીં બદલાય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમના માર્ગદર્શનમાં લડાશે

આ પણ વાંચો:રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામત