Politics News : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની સંભાવના છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસે પ્રભારી નિમ્યા છે, જેમાં બનાસકાંઠામાં તુષાર ચૌધરી અને બળદેવજી ઠાકોરને જવાબદારી સોપાઈ છે. ખેડા જિ.પં. માટે રાજેન્દ્રસિંહ પરમાર અને પંકજ પટેલ પ્રભારી તરીકે નિમાયા છે. ગાંધીનગર તાલુકા પંચાયત માટે ચંદનજી ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી છે. કઠલાલ તાલુકા પંચાયત માટે અજીતસિંહ ચૌહાણને જવાબદારી સોપાઈ છે. કપડવંજ તાલુકા પંચાયત માટે ભગવાનસિંહ પરમારને પ્રભારી નિમાયા છે.
રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની સંભાવના છે ત્યારે કોંગ્રેસ દ્વારા જીલ્લા વાઈઝ પ્રભારીઓ અને મંત્રીઓની નિમણૂકો કરવામાં આવી છે. રાજ્યમાં સ્થાનિક પંચાયતોમાં કોંગ્રેસનો દબદબો રહ્યો છે, તો હાલ પણ ભવિષ્યમાં પણ દબદબો દરકાર રાખશે કે શું ? કે બીજી કોઈ પાર્ટી સ્થાનિક સ્વરાજ્ય પંચાયતની ચૂંટણીઓ બાજી મારી જશે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો: તૃણમૂલ કોંગ્રેસે પોતાના આગામી CMની કરી દીધી પસંદગી? મમતા બેનર્જીએ આપ્યા સંકેત
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં નામાંકન સમાપ્ત, 288 બેઠકો માટે 8000 ઉમેદવારો; ભાજપ-કોંગ્રેસે ટિકિટ કાપી
આ પણ વાંચો: કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જુઓ ઉમેદવારોના નામ