Ahmedabad News/ શુદ્ધિકરણનો ખર્ચ માથે પડ્યો, સાબરમતી અને ભાભર નદી રાજ્યની સૌથી પ્રદૂષિત નદી

સાબરમતી અને ભાભર નદી રાજ્યની અતિ પ્રદૂષિત નદીમાં સ્થાન પામી છે. રાજ્યની 10 નદી અને અતિ પ્રદૂષિત કેટેગરીમાં સ્થાન પામી છે. સાબરમતીમાં વૌઠાનો પટ્ટો સૌથી ઝેરી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. રાજ્યની 10માંથી ચાર નદીઓને પ્રથમ પ્રાયોરિટીમાં મૂકવામાં આવી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
સાબરમતી નદી પણ પ્રદૂષિત

Ahmedabad News: સાબરમતી અને ભાભર નદી રાજ્યની અતિ પ્રદૂષિત નદીમાં સ્થાન પામી છે. રાજ્યની 10 નદી અને અતિ પ્રદૂષિત કેટેગરીમાં સ્થાન પામી છે. સાબરમતીમાં વૌઠાનો પટ્ટો સૌથી ઝેરી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. રાજ્યની 10માંથી ચાર નદીઓને પ્રથમ પ્રાયોરિટીમાં મૂકવામાં આવી.

સાબરમતી નદી પણ પ્રદૂષિત

તેમા અમલખાડી અને ખારી નદીનો પણ પ્રાયોરિટી-1માં સમાવેશ કરવમાં આવ્યો છે. આ ઉપરાંત શેઢી, અમરાવતી, ભોગાવો, ઢાઢર, વિશ્વામિત્રી નદી મા પણ સૌથી વધારે પ્રદૂષણ છે. નદીઓનું પાણી જળચર જીવો માટે પણ જોખમી હોવાનું પુરવાર થયું છે.

ઓક્ટોબર 2025માં આ નદીઓ પરનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ તે વાતનો પુરાવો છે કે હજી પણ પાણીનું પ્રદૂષણ પૂરું થવાનું નામ લઈ રહ્યું નથી. આનો સીધો અર્થ એવો કરી શકાય કે નદીઓના શુદ્ધિકરણ પાછળનો કરોડો ખર્ચ પાણીમાં ગયો. પ્રદૂષણ ઓછું થવાનું નામ લઈ રહ્યું નથી. હવે તંત્ર આ અંગે શું જવાબ આપશે.

આ ઘટના બતાવે છે કે રાજ્યનો જળસંસાધન વિભાગ નદીઓના શુદ્ધિકરણ પાછળ પાણીની જેમ રૂપિયા વહાવે છે, પણ આ રૂપિયા પાણીમાં જ ગયા લાગે છે. આટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ નદીઓનું શુદ્ધિકરણ કેમ થયું નથી તે મોટો સવાલ છે. આગામી દિવસોમાં તેને લઈને તંત્ર પાસેથી જવાબ પણ માંગવામાં આવી શકે છે.  રાજ્યના પાંચેય મોટા ઔદ્યોગિક શહેરની આસપાસની નદીઓ મા સૌથી વધારે પ્રદૂષણ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ બતાવે છે કે ગુજરાત પ્રદૂષણ નિયમન બોર્ડ ઔદ્યોગિક પ્રદૂષણને નાથવામાં કેટલું ઉણું ઉતરી રહ્યું છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં SG હાઇવે પર હિટ એન્ડ રન, યુવાનને અજાણ્યા વાહનચાલકે કચડ્યો

આ પણ વાંચો:અમદાવાદમાં વિજયનગર પાસેના ફાયરિંગ કેસનો આરોપી છે હિસ્ટ્રીશીટર

આ પણ વાંચો:અમદાવાદમાં મકાનવાંછુ યુવક સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી