Ahmedabad News/ અમદાવાદમાં વિજયનગર પાસેના ફાયરિંગ કેસનો આરોપી છે હિસ્ટ્રીશીટર

અમદાવાદ શહેરના વૈભવી વિસ્તાર ગણાતા વિજય ચાર રસ્તા પાસે આજે એક ચોંકાવનારી ઘટના બની. પતિ-પત્ની વચ્ચે થયેલા નાના ઝઘડાએ ગોળીબાર(ફાયરિંગ) માં પરિણમતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
અમદાવાદ મા ફાયરિંગ ની ઘટના

Ahmedabad News: અમદાવાદ શહેરના વૈભવી વિસ્તાર ગણાતા વિજય ચાર રસ્તા પાસે આજે એક ચોંકાવનારી ઘટના બની. પતિ-પત્ની વચ્ચે થયેલા નાના ઝઘડાએ ગોળીબાર(ફાયરિંગ) માં પરિણમતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટના વિજય ચાર રસ્તા પર આવેલી સુભાષ સોસાયટીમાં બંગલા નંબર 16માં બની હતી.

કોઈ કારણોસર, પતિ ઘરની બહાર આવ્યો અને રિવોલ્વર અને 12 બોરની બંદૂકથી તેના પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું. રાહુલ સોનીની પત્ની તેના પિતાના ઘરે જઈ રહી હતી, અને રાહુલ સોની પણ ત્યાં આવી પહોંચ્યો. આ દરમિયાન, બપોરે 3:30 વાગ્યે, રાહુલ અને તેની પત્ની મયુરિકા બહેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ગુસ્સે ભરાયેલા રાહુલે છ રાઉન્ડ ફાયરિંગ કર્યા, એક ઘરના કમ્પાઉન્ડમાં અને એક ગેટની બહાર. અહીં મહત્ત્વની વાત એ છે કે આરોપી રાહુલ સોની ઉપરાંત બીજો આરોપી મનહર સોની પણ હતો. બંનેની પોલીસે ધરપકડ કરી છે. આરોપી રાહુલ સોનીએ સસરાને ઘરે આવીને ફાયરિંગ કર્યુ હતું.

અમદાવાદ મા ફાયરિંગ

રાહુલે રિવોલ્વર અને 12 બોરની બંદૂકથી છ રાઉન્ડ ફાય-રિંગ કર્યું. ઘટનાની માહિતી મળતાં, ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને રાહુલ સોનીની અટકાયત કરી. ત્યારબાદ પોલીસે વધુ તપાસ માટે FSL ટીમને બોલાવી. FSL ટીમે સ્થળ પર તપાસ કરી, અને પછી પોલીસ સ્ટેશન પહોંચી.

પોલીસ રાહુલ સોનીની કારની ઇન્વેન્ટરી તૈયાર કરવા માટે ઘટનાસ્થળે પહોંચી. રાહુલના સસરા, ફરિયાદીને સાથે લઈ જવામાં આવ્યા, અને ઇન્વેન્ટરીનો વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યો. રાહુલ સોની ૧૨ બોરની બંદૂક અને રિવોલ્વર લઈને ફોર્ડ ટાઇટેનિયમ કારમાં આવ્યો હતો. તેણે ૧૨ બોરની બંદૂક અને રિવોલ્વર કારની સીટ પર છોડી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળેથી એક વપરાયેલો કારતૂસ જપ્ત કર્યો હતો.

આ ઘટનાની જાણ થતાં પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીની અટકાયત કરી હતી.  ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચતાની સાથે જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગોળીબાર કરનાર પતિની ધરપકડ કરી. પકડાયેલો આરોપી હિસ્ટ્રીશીટર હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તેની સામે ત્રણ-ત્રણ પોલીસ સ્ટેશનોમાં કેસ નોંધાયેલા છે.

આરોપીનો ક્રિમિનલ રેકોર્ડ છે. તેની સામે આનંદનગર, સેટેલાઇટ અને સરખેજ પોલીસ સ્ટેશનમાં પણ ગુના દાખલ થયેલ છે. પ્રાથમિક તપાસમાં વાત બહાર આવી છે કે આરોપી અને તેના સસરા વચ્ચે બોલચાલ થતાં ફાયરિંગની આ ઘટના બની હતી. આરોપી પાસેના શસ્ત્રો લાઇસન્સવાળા છે કે નહીં તેની પોલીસ ચકાસણી કરી રહી છે.  આ ફાયરિંગના પગલે હવે પોલીસ આરોપીના શસ્ત્રોના પરવાના રદ કરવાની કાર્યવાહી કરશે. તેને ટૂંક સમયમાં કોર્ટમાં પણ રજૂ કરાશે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ ફલાવર શો પર લાગી શકે છે ગ્રહણ , ફલાવર શો મુદ્દે હાઇકોર્ટમાં કોંગ્રેસની પીટીશન , ફલાવર શો ન યોજવા માટે કોંગ્રેસે કરી અરજી , ચાંદખેડાના કાઉન્સિલર રાજશ્રી કેસરીની HCમાં અરજી ,

આ પણ વાંચો: વાઇબ્રન્ટ સમિટ બાદ સરકારનો બીજો સૌથી મોટો નિર્ણય, ફ્લાવર શો, પતંગોત્સવ રદ્દ

આ પણ વાંચો: હવે થી ફલાવરશો જોવા માટે અને સુગંધ  માણવા માટે પાકીટ માંથી વધારે પૈસા કાઢવા પડશે