- વાઇબ્રન્ટ સમિટ બાદ બીજો મોટો નિર્ણય
- સરકારે લીધો બીજો મોટો નિર્ણય
- ફ્લાવર શો, પતંગોત્સવ પણ કરવામાં આવ્યો રદ્દ
- અમદાવાદમાં કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય
જે વાત ચર્ચામાં સૌથી વધુ હતી હાલમાં તે જ બધુ થવાની શરૂઆત થઇ ગઇ છે. જી હા, કોરોનાનાં કેસમાં સતત વધારો બધુ જ બંધ કરાવવાની શરૂઆતને વેગ આપી રહ્યો છે. વાઇબ્રન્ટ સમિટ મોકૂફ બાદ હવે સમાચાર સામ આવી રહ્યા છે કે ફ્લાવર શો, પતંગોત્સ પણ રદ્દ કરવામાં આવેલ છે.
આ પણ વાંચો – ગુજરાત / વાઇબ્રન્ટ સમિટ મોકૂફ, કોરોનાનાં કેસ વધતા લેવાયો નિર્ણય
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટને લઇને પૂરજોશમાં તૈયારીઓ થઇ રહી હતી, પરંતુ હવે સતત કોરોનાનાં કેસ વધતા તેને મોકૂફ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. હવે સરકારે બીજો સૌથી મોટો નિર્ણય લેતા ફ્લાવર શો અને પતંગોત્સવને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધતા રાજય સરકારે 10થી 12 જાન્યુઆરી સુધી યોજાનારી વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત બાદ બીજો મોટો નિર્ણય લેતા રાજ્ય સરકારે અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનાર ફલાવર શો અને આ સ્થળ પર યોજાનાર પતંગોત્સવ પણ રદ કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઇએ કે, ફલાવર શો અને પતંગોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, ત્યારે હવે ભીડ ભેગી કરવી મુશ્કિલ સમયમાં આગમાં ઘી નાખવાનું કામ કરે તે બરાબર છે. આ ન બને તે માટે ખાસ રાજ્ય સરકારે આ સૌથી મોટો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો – ICC Women’s WC / ICC મહિલા વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓનો હશે અંતિમ વર્લ્ડકપ
ઉલ્લેખનીય છે કે, દેશમાં જીવલેણ કોરોના વાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે, કોરોનાનાં સૌથી ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 90 હજાર 928 નવા કેસ નોંધાયા છે. વળી આ સમયગાળામાં 325 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં 4 લાખ 82 હજાર 876 લોકોનાં મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 2 લાખ 85 હજાર 401 થઈ ગઈ છે. વળી, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 876 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 19 હજાર 206 લોકો કોરોનાને માત આપી ઠીક થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 43 લાખ 411 હજાર 9 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…