Not Set/ દિલ્હીમાં આજે આવી શકે છે કોરોનાના 14000 નવા કેસ: સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે આજે દિલ્હીમાં કોરોનાના 14000 કેસ નોંધાઈ શકે છે. અત્યારે મૃત્યુનું પ્રમાણ 1 પ્રતિ 1000 છે.

Top Stories India
સ્વાસ્થ્ય મંત્રી

વિશ્વમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. દરરોજે સામે આવતા કોરોના કેસનાના આંકડા લોકોને ડરાવી રહ્યા છે. ત્યારે આવામાં દિલ્હીમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે આજે દિલ્હીમાં કોરોનાના 14000 કેસ નોંધાઈ શકે છે. અત્યારે મૃત્યુનું પ્રમાણ 1 પ્રતિ 1000 છે. છેલ્લી વખતની સરખામણીમાં વસ્તુઓ સારી છે. ગઈકાલે દિલ્હીમાં 10665 કેસ નોંધાયા હતા અને આઠ લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો : J & K ના આ 3 પૂર્વ CM ની સુરક્ષામાં મુકાયો કાપ, હવે ઓછા થશે SSG ના જવાનો

સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આગળ જણાવ્યું કે ગઈકાલે 782 બેડ પર દર્દીઓ હતા. દિલ્હીમાં મોટાભાગના બેડ ઓક્સિજન બેડ  છે. આનો અર્થ એ છે કે દર્દી ઓક્સિજન બેડ પર છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ ઓક્સિજન સપોર્ટ પર છે. તેણે કહ્યું કે જાતે એક્સપર્ટ ન બનો. કેસ ઝડપથી વધી રહ્યા છે. ગઈકાલે અમારી પાસે 9 હજાર બેડ હતા. આજે તે 12 હજાર થઈ ગયો છે. કોરોના સામે લડવા માટે તૈયારીઓ પૂરી છે.

તેમણે કહ્યું કે કોરોના ટેસ્ટિંગના મામલામાં અમે 90 હજારની નજીક પહોંચી ગયા છીએ. હોમ ક્વોરન્ટાઇનના નિયમો બદલાયા છે. જો તમને 3 દિવસ સુધી લક્ષણો ન દેખાય અને 7 દિવસ થઈ ગયા, તો તમારે ટેસ્ટની જરૂર નથી.

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી ભારતી પવાર કોરોના સંક્રમિત,ટ્વિટ પર આપી માહિતી

આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં અત્યાર સુધી આટલા ડોકટરો થયા કોરોના સંક્રમિત,જાણો વિગત

આ પણ વાંચો :દિલ્હીના ચાંદની ચોકના માર્કેટમાં ભીષણ આગ લાગતા અનેક દુકાનો બળીને ખાખ

આ પણ વાંચો :દેશમાં કોરોના બેકાબૂ,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 90 હજાર કેસ,325ના મોત