આજે સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાવાયરસે કહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે, આ વચ્ચે ICC મહિલા વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ગુરુવારે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો – IND vs SA / રોમાંચક સ્થિતિએ પહોંચી બીજી ટેસ્ટ મેચ, ચોથા દિવસે પરિણામની સંભાવનાઓ સૌથી વધુ
આપને જણાવી દઇએ કે, મિતાલી રાજની આગેવાની હેઠળની ટીમમાં ઝુલન ગોસ્વામી, હરમનપ્રીત કૌર જેવી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિતાલી અને ઝુલનનો આ છેલ્લો વર્લ્ડકપ બનવા જઈ રહ્યો છે, આવી સ્થિતિમાં તેઓ ભારતને પ્રથમ વખત વર્લ્ડકપ જીતાડીને પોતાની સુવર્ણ યાત્રાનો અંત લાવવા ઈચ્છે છે. ટીમ ઈન્ડિયા 6 માર્ચ, 2022 નાં રોજ બે ઓવલ, તૌરંગા ખાતે પાકિસ્તાન સામે તેની પ્રથમ વર્લ્ડકપ મેચ રમશે. ટીમ ન્યૂઝીલેન્ડ સામે 11 ફેબ્રુઆરી, 2022 થી શરૂ થનારી 5 મેચની ODI સીરીઝમાં પણ જોવા મળશે. આ વર્ષે મહિલા ક્રિકેટ વર્લ્ડકપ ન્યૂઝીલેન્ડમાં રમાશે જેની શરૂઆત 4 માર્ચે બે ઓવલ ખાતે યજમાન ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચથી થશે. વર્લ્ડકપની ફાઈનલ મેચ 3 એપ્રિલે રમાશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ આ વર્લ્ડકપમાં 6 માર્ચે રમાનારી પાકિસ્તાન સામેની મેચથી પદાર્પણ કરશે. પુરુષોનાં T20 વર્લ્ડકપમાં પણ આવું જ થયું હતું. આ પછી, ભારતની આગામી મેચ 10 માર્ચે યજમાન ન્યૂઝીલેન્ડ સામે થશે, જે હેમિલ્ટનનાં સેડન પાર્કમાં રમાશે. ભારત આ મેદાન પર 12 માર્ચે વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. ઈંગ્લેન્ડ અને ભારતની મેચ 16 માર્ચે બે ઓવલ ખાતે રમાશે. 19 માર્ચે ટીમ ઈન્ડિયા ઓકલેન્ડનાં ઈડન પાર્કમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે જ્યારે 22 માર્ચે બાંગ્લાદેશની ટીમ હેમિલ્ટનમાં ટકરાશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની છેલ્લી લીગ મેચ 27 માર્ચે ક્રાઈસ્ટચર્ચનાં હેગલી ઓવલ ખાતે દક્ષિણ આફ્રિકા સામે છે. સેમીફાઇનલ મેચ 30 અને 31 માર્ચે યોજવામાં આવી છે.
#TeamIndia squad for ICC Women's World Cup 2022 & New Zealand ODIs:
Mithali Raj (C), Harmanpreet Kaur (VC), Smriti, Shafali, Yastika, Deepti, Richa Ghosh (WK), Sneh Rana, Jhulan, Pooja, Meghna Singh, Renuka Singh Thakur, Taniya (WK), Rajeshwari, Poonam. #CWC22 #NZvIND pic.twitter.com/UvvDuAp4Jg
— BCCI Women (@BCCIWomen) January 6, 2022
ICC મહિલા વિશ્વ કપ 2022 અને ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝ માટે ટીમ ઈન્ડિયા:
મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઈસ-કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ (WK), સ્નેહ રાણા, ઝુલન ગોસ્વામી, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ ઠાકુર, તાનિયા ભાટિયા (wk), રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ
સ્ટેન્ડબાય પ્લેયર્સ: સભિનેની મેઘના, એકતા બિષ્ટ, સિમરન દિલ બહાદુર.
આ પણ વાંચો – વેક્સિનેશન / ઓસ્ટ્રેલિયાએ વિશ્વનાં નંબર વન ટેનિસ ખેલાડીનાં વિઝા કર્યા રદ, PM એ કહ્યુ- કાયદો બધા માટે સમાન
ICC મહિલા વિશ્વ કપની આ 12મી આવૃત્તિ છે. પ્રથમ વખત આ વર્લ્ડકપ 1973માં રમાયો હતો. ભારતીય ટીમ અત્યાર સુધી 2005 અને 2017 વર્લ્ડકપમાં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ટાઇટલ જીતી શકી ન હોતી. બન્ને સમયે મિતાલી રાજ ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહી હતી. 2017 નાં છેલ્લા વર્લ્ડકપમાં તેને એક રોમાંચક મેચમાં ઈંગ્લિશ ટીમે પરાજય આપ્યો હતો અને ટાઇટલ જીતવાનું સપનુ તોડી નાખ્યું હતું.
