કોઇ પણ સ્થિતિ હોય, મંદી હોય કે તેજી, વિવાદ હોય કે વિદાય, સંપ હોય કે કુસંપ કે પછી કાઇ હોય કે નહીં, પરંતુ ભારતમાં દરેક મામલે રાજકારણ તો હોય હોય ને હોય જ એવી સ્થિતિ આજ કાલ દેશમાં જોવામાં આવી રહી છે. એક તરફ વિશ્વ આખું ભારતની મોદી સરકારની રસી મુત્સદ્દીગીરીનાં ભારોભાર વખાણમાં લાગ્યું છે, અરે મોદીની વેક્સિન ડિપ્લોમસીએ ચીન જેવા ચીનને પણ રસી મામલે પોતાનું વલણ બદલવા મજબૂર કર્યુ છે, ત્યારે જ ગુજરાતમાં રસીકરણ અને રસીકરણ બાદનાં સર્ટિફિકેટે વિવાદનો વંટોળ છેડ્યો છે.
આપને જણાવી દઇએ કે, કોરોનાની રસી આપ્યા બાદ તેની સાથે સાથે એક કોરોના રસીકરણ સર્ટિફિકેટ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. અને આ કોરોના રસીકરણ સર્ટિફિકેટ ગુજરાતમાં વિવાદ જન્માવ્યો છે. વાત જાણે એમ છે કે, કોરોના રસીકરણ સર્ટિફિકેટ પર PM મોદીના ફોટો હોવાથી આ વિવાદ ઉભો થયો છે. વડોદરા કોંગ્રેસ દ્વારા રસીકરણ સર્ટિફિકેટ નામનાં પાણીમાં પણ પુરા શોધી કાઢવામાં આવ્યા છે. વડોદરા કોંગ્રેસે PM મોદીનાં ફોટા સાથેનું કોરોના રસીકરણ સર્ટિફિકેટ આદર્શ આચારસંહિતાનો ભંગ ગણાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી 21 અને 28 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને હાલમાં રાજ્યભરમા ચૂંટણીની આદર્શ આચાર સંહિતા અમલી છે. આવા સમયે કોઇ પણ પક્ષ સીધી કે આડકતરી રીતે તંત્રનાં માધ્યમથી પોતાનો પ્રચાર કરી શકે નહી તે પણ એક હકીકત છે અને માટે જ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે PM મોદીનાં ફોટા સાથેનું કોરોના રસીકરણ સર્ટિફિકેટનું વિતરણ આચારસંહિતાનો ભંગ ગણાવી વડોદરા કલેક્ટરને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
