Surat News/ સુરતમાં વૃદ્ધ દંપતી પહોંચ્યું કલેક્ટર કચેરીએ, પાલિકા અધિકારીઓના ત્રાસથી કંટાળી ઈચ્છામૃત્યુની માંગ

સુરતમાં એક વૃદ્ધ દંપતીએ પાલિકા અધિકારીઓની હેરાનગતિથી કંટાળી જિલ્લા કલેક્ટરને ઈચ્છામૃત્યુ (Surat Euthanasia Demand) માટે અરજી કરી છે. વર્ષોથી સીલ રહેલી દુકાનો અને ન્યાય ન મળતા દંપતીમાં ભારે રોષ જોવા મળ્યો છે.

Top Stories Gujarat Surat Breaking News
Surat Euthanasia Demand :11 દુકાનો સીલ થતાં વૃદ્ધ દંપતી પરેશાન, કલેક્ટરને કરી ઈચ્છામૃત્યુની અરજી

Surat News : સુરત શહેરમાં એક વૃદ્ધ દંપતી દ્વારા જિલ્લા કલેક્ટરને ઈચ્છામૃત્યુ (Surat Euthanasia Demand) માટે અરજી કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. દંપતીનો આક્ષેપ છે કે પાલિકા અધિકારીઓની હેરાનગતિ અને વર્ષોથી ચાલી રહેલા વિવાદના કારણે તેઓ માનસિક અને આર્થિક રીતે તૂટી ગયા છે, જેના કારણે હવે તેમણે અંતિમ વિકલ્પ તરીકે ઈચ્છામૃત્યુની માંગ કરી છે.

મળતી માહિતી મુજબ, વૃદ્ધ દંપતી લાંબા સમયથી પોતાની દુકાનોને લઈને ચાલતા વિવાદમાં ન્યાય માટે સરકારી કચેરીઓના ચક્કર કાપી રહ્યું છે. દંપતીનો દાવો છે કે તેમની માલિકીની 11 દુકાનોને ફાયર સેફ્ટીના મુદ્દે વર્ષો પહેલા સીલ કરવામાં આવી હતી.

દંપતીના જણાવ્યા પ્રમાણે, જરૂરી ફાયર સેફ્ટી માપદંડો પૂર્ણ કરીને અને જરૂરી NOC મેળવ્યા બાદ પણ દુકાનોને ફરીથી સીલ કરવામાં આવી હતી. જેના કારણે તેઓ આર્થિક સંકટમાં સપડાઈ ગયા છે. વર્ષો સુધી દુકાનો બંધ રહેતા આવકના તમામ સ્ત્રોત બંધ થઈ ગયા હોવાનું દંપતીનું કહેવું છે.

Surat Euthanasia Demand :વૃદ્ધ દંપતીનો પાલિકા સામે આક્રોશ

વૃદ્ધ દંપતી (Surat Euthanasia Demand)એ ઉધના ઝોનના કેટલાક અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કેટલાક અધિકારીઓ દ્વારા દુકાનો પડાવી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. જોકે આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

વારંવાર રજૂઆતો અને અરજીઓ છતાં કોઈ સંતોષકારક નિરાકરણ ન મળતાં દંપતીએ આખરે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઈચ્છામૃત્યુ (Surat Euthanasia Demand)ની માંગ કરી છે. આ ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે અને વહીવટી તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે.

હાલ સમગ્ર મામલે સંબંધિત વિભાગો દ્વારા જરૂરી તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. દંપતી (Surat Euthanasia Demand)ને ન્યાય મળે અને વિવાદનો યોગ્ય ઉકેલ આવે તેવી સ્થાનિક વેપારીઓ અને નાગરિકો પણ અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.


આ પણ વાંચો:સુરતમાં પત્નીના ત્રાસથી કંટાળી પતિએ કલેક્ટર પાસે માંગી ‘ઈચ્છામૃત્યુની મંજૂરી’

આ પણ વાંચો:મહેસાણામાં કેમિકલ ફેક્ટરીઓના પ્રદૂષણથી ગ્રામજનોમાં રોષ, “શુદ્ધ હવા આપો નહીં તો ઈચ્છામૃત્યુ આપો”

આ પણ વાંચો:દેશમાં પહેલીવાર ઈચ્છામૃત્યુ: કોમામાં રહેલા હરીશ રાણાનું અવસાન