Not Set/ માનવ વસાહતમાં પકડાયેલા દીપડાઓને રેડીયો કોલર કરીને છોડવામાં આવશે, – CM વિજય રૂપાણી

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની ૧૮મી બેઠક યોજાઇ હતી . જેમાં  સ્ટેટ વાઇલ્ડ લાઇફ અંગે કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા. આ બેઠક  સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જુનાગઢ પંથકમાં અવારનવાર ત્રાસ વર્તાવતા દીપડા  અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ ચાર મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરી હતી. જેમાં ખાસ કરીને રેવન્યુ […]

Top Stories Gujarat

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની ૧૮મી બેઠક યોજાઇ હતી . જેમાં  સ્ટેટ વાઇલ્ડ લાઇફ અંગે કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા. આ બેઠક  સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જુનાગઢ પંથકમાં અવારનવાર ત્રાસ વર્તાવતા દીપડા  અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રીએ ચાર મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરી હતી. જેમાં ખાસ કરીને રેવન્યુ વિસ્તારમાં રંજાડમાં પકડાયેલા દીપડાઓને રેડીયો કોલર કરીને છોડવામાં આવશે. અને રેડીયો કોલરથી દીપડાઓનું લોકેશન ટ્રેસ કરવામાં વન વિભાગને સુગમતા રહેશે. કેન્દ્ર સરકારની અનૂમિત મળ્યે દીપડા વસ્તી નિયંત્રણ માટે સ્ટરીલાઇઝેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત ઘોરાડ-ખડમૌર પ્રજાતિના પક્ષીના સંવર્ધન માટે સ્ટેટ ઓફ ધી આર્ટ બ્રિડીંગ સેન્ટર PPP ધોરણે ઊભું કરાશે.  યાયાવર પક્ષીઓને હાઇટેન્શન વીજવાયર-પવનચક્કીથી થતી ઇજા અટકાવવા વીજવાયરો પર સ્ટ્રેટેજિક જગ્યાએ બર્ડ ડાયર્વટર લગાવવામાં આવશે. કચ્છમાં ઘોરાડ પક્ષીઓને વીજવાયરથી થતી ઇજાથી બચાવવા અંડર ગ્રાઉન્ડ કેબલીંગની વન વિભાગ ચકાસણી કરશે.

સાથે સાથે વાઇલ્ડ લાઇફ ટુરિઝમમાં સિંહ સાથે રિંછ અભ્યારણ્યનો પણ વિકાસ કરવા વન-પ્રવાસન વિભાગ સંકલન  કરવા મુખ્યમંત્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.