Surat News/ સુરતના બગુમરા નજીક નહેર વિભાગના તંત્રની અણઆવડતના લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા

બગુમરા ગામ માઠીનપસર થતી નહેર માંથી મસ મોટો ભુવો પડ્યો છે અને એક દિવસ બાદ છઠ્ઠ પૂજા પણ છે જ્યાં મોટી સંખ્યમાં લોકો એકઠા થતા હોય છે અને આ પડેલા ભુવાને કારણે અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાઇ રહી છે.

Top Stories Gujarat Breaking News

Surat News: બગુમરા ગામ માઠીનપસર થતી નહેર માંથી મસ મોટો ભુવો પડ્યો છે અને એક દિવસ બાદ છઠ્ઠ પૂજા પણ છે જ્યાં મોટી સંખ્યમાં લોકો એકઠા થતા હોય છે અને આ પડેલા ભુવાને કારણે અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાઇ રહી છે.

એક દિવસ બાદ ઉતરભારતીયોનો સૌથી મોટો તહેવાર એટલે કે છઠ પૂજા અને અગાઉથી જ તેઓ તેની તૈયારીઓમાં જોતરાઈ જતા હોય છે ત્યારે સુરત જિલ્લામાં તંત્રની અણઆવડતના લીધે બગુમરા માંથી પસાર થતી ચલથાણ બ્રાન્ચની નહેર પાસે તૈયારીઓ કરતા પરપ્રાંતીયોમાં ટેન્શન વધી ગયું છે. બગુમરા માંથી પસાર થતી નહેરના રસ્તાઓમાં ગાબડાઓ જોવા મળ્યા અને આ ગાબડાઓને લીધે અકસ્માત થવાની સ્થિતિ પણ સર્જાય શકે તેમ છે અને છઠ્ઠ પૂજા દરમિયાન મોટી સંખ્યમાં લોકો એકઠા થતા હોય છે અને જો ન કરે નારાયણ કોઈ દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો અહીં ઉભા થયા છે.

તો બીજી તરફ સ્થાનિકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે કેટલાય મહિનાઓથી આ ગાબડું આમને આમ જ છે અને કેટલાય અકસ્માત અહીં સર્જાય ચુક્યા છે ત્યારે શું નહેર વિભાગના અધિકારીઓ હજી પણ કેટલાક અકસ્માતોની રાહ જોઈને બેઠા હોય તેવું લાગી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરતમાં કાકરાપાર જમણાકાંઠા નહેરમાં નાહવા પડેલા બે યુવક ડૂબ્યા, એકનું મોત

આ પણ વાંચોઃસુરત એરપોર્ટ પર 25 US વિઝા ધારક પેસેન્જર્સ અટવાયા

આ પણ વાંચોઃસુરતના અશ્વની કુમાર સ્મશાન ગૃહની દાદાગીરી, દિવાળીમાં મહેમાનોને આવાનો સમય છે કહી અગ્નિસંસ્કારની કરી મનાઈ