Dahod News/ દાહોદમાં લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

અરજીના નિકાલ માટે 3 હજારની લાંચ લેતા ACB ની જાળમાં ફસાયો

Top Stories Gujarat Breaking News

Dahod News : દાહોદ પોલીસ સ્ટેશમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ રૂ.3,000 ની લાંચ લેતા ACB ની જાળમાં ફસાયો હતો. આ બનાવની વિગત મુજબ આ કેસના ફરીયાદીની વિરૂધ્ધની અરજીના નિકાલ માટે દાહોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રમેશ એમ.વાધમસીએ ફરીયાદી પાસે રૂપિયા પ૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.

જેથી ફરીયાદીએ કહ્યું હતું કે હાલમાં તેની પાસે પૈસાની વ્યવસ્થા નથી. જેથી આરોપીએ ફરિયાદીને રૂપિયા ૩૦૦૦/- આપી દેવા કહ્યું હતું. પરંતુ ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ACB માં ફરિયાદ કરી હતી.

જેને આધારે એસીબીની ટીમે દાહોદ ટાઉન એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસે જાળ બિછાવી ફરિયાદી પાસેથી રૂ.3,000 ની લાંચ લેતા આરોપી પોલીસ કોન્સ્ટેબર રમેશ વાઘમસીને રંગેહાથ ઝડપી લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના, હેલ્મેટ પહેર્યું છતાં જીવ ગયો!

આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં આજથી ‘હેલ્મેટ ડ્રાઈવ’ શરૂ, હેલ્મેટ નહીં તો તૈયાર રહો દંડ માટે

આ પણ વાંચો:હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ