Gujarat University staff will work from home for fear of Corona
ગુજરાત યુનિવર્સિટીના સ્ટાફમાં પણ હવે કોરોનાએ દસ્તક મારી દીધી છે. જેના પગલે આગામી પાંચ દિવસ સુધી વર્કફ્રોમ હોમનો આદેશ કરવામાં આવ્યો છે
કોરોનાનો કહેર સમગ્ર વિશ્વ પર છવાઇ રહ્યો છે ત્યારે ઘીમે-ઘીમે વર્ક કરનારા મહત્વના કર્મચારીઓ પણ તેમાં સપડાઇ રહ્યા છે. પહેલા ડોક્ટરો અને હવે જ્ઞાન પીરસનારા શિક્ષણો અને સ્ટાફ કોરોનાના સકંજામાં સપડાયા છે. ગુજરાત યુનિવર્સિટીના સ્ટાફમાં પણ હવે કોરોનાએ દસ્તક મારી દીધી છે. જેના પગલે આગામી પાંચ દિવસ સુધી વર્કફ્રોમ હોમનો આદેશ કરવામાં આવ્યો છે. અને જો કોરોનાના કેસમાં વધારો થશે તો બીજો નિર્ણય ફરી જાહેર કરવામાં આવશે.
ભાષા ભવનના કર્મચારીનું કોરોનાના કારણે નિધન પણ શયુ હતુ. જેના કારણે હાલમાં યુનિવર્સિટીમાં દેહશતનો માહોલ જોવા મળે છે
ગુજરાત યુનિ.ના ઉપ કુલપતિ જગદીશ ભાવસાર કોરોના સંક્રમિત થયા હતા. ઉપરાંત યુનિવર્સિટી અન્ય ચાર કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત ભાષા ભવનના કર્મચારીનું કોરોનાના કારણે નિધન પણ થયુ હતુ. જેના કારણે હાલમાં યુનિવર્સિટીમાં દેહશતનો માહોલ જોવા મળે છે.
આ નિર્ણય વર્તમાન સમયની પરિસ્થીતીને આધીન છે પરંતુ કોરોનાના કેસો જે પ્રમાણે વધી રહ્યા છે તે જોતા આવનારા સમયમાં પણ નિર્ણય પર મક્કમતા રાખી શકાય છે
ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાના કેસો વધતા 10 એપ્રીલથી યુનિવર્સિટીના સ્ટાફને વર્કફ્રોમ હોમનો આદેશ આપવામાં આવ્યો છે. યુનિ. સાથે જોડાયેલી 300થી વધુ કોલેજોના સ્ટાફને પણ વર્કફ્રોમ હોમનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ નિર્ણય વર્તમાન સમયની પરિસ્થીતીને આધીન છે પરંતુ કોરોનાના કેસો જે પ્રમાણે વધી રહ્યા છે તે જોતા આવનારા સમયમાં પણ નિર્ણય પર મક્કમતા રાખી કર્મચારીઓ માટે વર્કફ્રોમ હોમની વ્યવસ્થાજ કરવામાં આવ તેવી શક્યતાઓ છે.
