National News/ ભારતમાં નોકરીનું ગંભીર સંકટ; ડિગ્રી છતાં 100માંથી માત્ર 8.25% યુવાનોને જ મળે છે યોગ્ય નોકરી

નીતિ આયોગના તાજેતરના રિપોર્ટ મુજબ ભારતમાં માત્ર 8.25% સ્નાતકોને જ લાયકાત મુજબ Job મળે છે. જાણો બેરોજગારી સંકટ અને તેના કારણો વિશેનો વિગતવાર અહેવાલ.

Top Stories NATIONAL India
Job

Job Crisis in India NITI Aayog Report Unemployment:  ભારતમાં લાખો યુવાનો વર્ષો સુધી મહેનત કરીને કોલેજની ડિગ્રી મેળવે છે. તેમને આશા હોય છે કે ડિગ્રી પૂર્ણ થયા પછી સારી નોકરી મળશે અને કારકિર્દી શરૂ થશે. પરંતુ વાસ્તવિક સ્થિતિ ઘણી અલગ જોવા મળી રહી છે. નીતિ આયોગના તાજેતરના અહેવાલમાં દેશના રોજગાર બજારને લઈને ચિંતાજનક તસવીર સામે આવી છે. અહેવાલ મુજબ મોટી સંખ્યામાં સ્નાતકો પાસે ડિગ્રી હોવા છતાં તેમની લાયકાત અને નોકરી વચ્ચે યોગ્ય મેળ બેસતો નથી.

માત્ર થોડા યુવાનોને જ લાયકાત મુજબની Job

નીતિ આયોગના રિપોર્ટ અને આર્થિક સર્વેક્ષણના આંકડા મુજબ ભારતમાં માત્ર 8.25 ટકા સ્નાતકોને જ તેમના શિક્ષણ અને લાયકાત સાથે યોગ્ય રીતે મેળ ખાતી નોકરી(Job) મળે છે. એટલે કે દર 100માંથી લગભગ 92 યુવાનોને તેમની ડિગ્રી પ્રમાણે રોજગાર મળતો નથી. કેટલાક યુવાનો બેરોજગાર રહે છે, જ્યારે ઘણા પોતાની લાયકાત કરતાં ઓછા સ્તરની નોકરી સ્વીકારવા મજબૂર બને છે.

Job

ડિગ્રી મેળવવાની દોડ બની મોટી સમસ્યા

આ સ્થિતિ પાછળનું એક મોટું કારણ સામાન્ય ડિગ્રીઓ મેળવવાની દોડ હોવાનું સામે આવ્યું છે. ઘણા યુવાનો ડિગ્રી માત્ર એટલા માટે કરે છે કે સરકારી નોકરીની(Job) પરીક્ષા માટે જરૂરી લઘુતમ શૈક્ષણિક લાયકાત પૂરી થઈ જાય. સરકારી નોકરીઓની મર્યાદિત જગ્યાઓ સામે અરજદારોની સંખ્યા કેટલી મોટી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે નવેમ્બર 2024થી જુલાઈ 2025 દરમિયાન આશરે 55 હજાર સરકારી જગ્યાઓ માટે 1.86 કરોડથી વધુ અરજીઓ આવી હતી.

કોલેજનું શિક્ષણ અને કંપનીઓની જરૂરિયાત વચ્ચે અંતર

રોજગારની સમસ્યાનું બીજું મહત્વનું કારણ શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનું અંતર છે. ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓને પુસ્તક આધારિત જ્ઞાન તો મળે છે, પરંતુ વાસ્તવિક કામ માટે જરૂરી પ્રેક્ટિકલ તાલીમ, ટેક્નિકલ સ્કિલ્સ, સોફ્ટવેરનું જ્ઞાન અને ઇન્ડસ્ટ્રી અનુભવ પૂરતો મળતો નથી. પરિણામે કંપનીઓને તૈયાર કુશળ કર્મચારીઓ મળતા નથી અને બીજી તરફ ડિગ્રી ધરાવતા યુવાનો નોકરી(Job) શોધતા રહે છે.

યુવાનો માટે હવે સ્કિલ્સ સૌથી મહત્વની

આ સમસ્યાનો ઉકેલ માત્ર વધુ ડિગ્રી મેળવવામાં નથી. યુવાનોએ પોતાની પસંદગીના ક્ષેત્રમાં પ્રેક્ટિકલ જ્ઞાન અને જરૂરી સ્કિલ્સ વિકસાવવી પડશે. બીજી તરફ કોલેજો અને કંપનીઓએ સાથે મળીને અભ્યાસક્રમને રોજગારલક્ષી બનાવવાની જરૂર છે. ઇન્ટર્નશિપ, પ્રેક્ટિકલ પ્રોજેક્ટ્સ અને ઇન્ડસ્ટ્રી ટ્રેનિંગને શિક્ષણનો મહત્વનો ભાગ બનાવવો પડશે. આખરે વાત એટલી જ છે કે ડિગ્રી નોકરીની(Job) ગેરંટી નથી. આજના સમયમાં ડિગ્રી સાથે વાસ્તવિક કામ આવડતું હોવું વધુ મહત્વનું બની ગયું છે. ભારતના યુવાનોમાં પ્રતિભાની કોઈ કમી નથી, પરંતુ તેમની પ્રતિભાને યોગ્ય દિશા અને બજારની જરૂરિયાત મુજબના કૌશલ્યો સાથે જોડવાની જરૂર છે.


આ પણ વાંચો:ક્યાંક તુર્કીએ તો દુશ્મની નથી કાઢી…’,જાણો અમદાવાદ વિમાન દુર્ઘટના પર બાબા રામદેવે શું કહ્યું?

આ પણ વાંચો: બાબા રામદેવે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ પર આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચો:બાબા રામદેવ સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર, આચાર્ય બાલકૃષ્ણ પણ તેમાં ફસાયા