Gujarat Weather Update/ ગુજરાતમાં ત્રણ શક્તિશાળી સિસ્ટમ સક્રિય, આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસા પહેલાં જ હવામાનમાં મોટો પલટો આવ્યો છે. ત્રણ શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain), ગાજવીજ અને તોફાની પવનની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat Breaking News
Heavy Rain

Gujarat Weather Update:ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ ગુજરાતના વાતાવરણમાં ભયાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગની તાજી અપડેટ અનુસાર, વાતાવરણમાં એકસાથે ત્રણ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain),ગાજવીજ સાથે વાવાઝોડા અને તીવ્ર પવનની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે રાજ્યના તંત્ર અને નાગરિકોને અત્યંત સાવચેત રહેવા માટે અપીલ કરી છે. આગામી 48 કલાક રાજ્ય માટે અત્યંત નાજુક સાબિત થઈ શકે છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ખાસ વરસાદી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ (Heavy Rain) સાથે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લોકોને સાવચેત રહેવા અને જરૂરિયાત વિના બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યમાં પડી શકે છે ભારે વરસાદ?

અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જમવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ (Heavy Rain) પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધતા વૃક્ષો પડવા અને વીજ પુરવઠા પર અસર થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદને (Heavy Rain) કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. તંત્ર દ્વારા તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા અને જરૂરી તૈયારીઓ રાખવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના નાગરિકોને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવા અને સુરક્ષા સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો :ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદ, ગરમીથી રાહત તો ક્યાંક ખેડૂતોમાં ચિંતા

આ પણ વાંચો :9 જિલ્લામાં વરસાદ-વાવાઝોડાની આગાહી

આ પણ વાંચો :વલસાડ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી: વાપી, ધરમપુર અને કપરાડામાં ધોધમાર વરસાદથી રાહત