બનાસકાંઠા,
ગુજરાતની તમામ ચેક પોસ્ટ ઉપર સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલી અને ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર આવેલી નેનાવા ચેક પોસ્ટ ઉપર પણ ધાનેરા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
તમામ વાહનોની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. ભારતની એર સ્ટ્રાઈક બાદ ગુજરાત અને બોર્ડરના વિસ્તારો ઉપર સુરક્ષા સઘન બનાવાઈ છે.
પાકિસ્તાન બોર્ડર પર સુરક્ષા સઘન બનાવાઈ છે અને દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી છે.ત્યારે રાજ્ય ની તમામ ચેક પોસ્ટ ઉપર પણ સુરક્ષા વધારે દેવામાં આવી છે.
ધાનેરાના પી.આઈ સોલંકીની નજર હેઠળ સમગ્ર પોલીસ સ્ટાફ ગંભીરતાને સમજીને વાહન ચેકીંગ કે અન્ય ચેકીંગમાં ઝીણવટ ભરી તપાસ કરીને બોર્ડરથી વાહનને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
