PM Modi degree defamation case/ વડાપ્રધાનની માનહાનિના કેસમાં સંજયસિંહને કોર્ટમાં હાજર થવા આદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ સાથે સંકળાયેલા માનહાની કેસની આગળની સુનાવણી 11 જાન્યુઆરીના રોજ થશે. આ કેસમાં અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટે માનહાની કેસનો સામનો કરી

Top Stories India

@નિકુંજ પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ સાથે સંકળાયેલા માનહાની કેસની આગળની સુનાવણી 11 જાન્યુઆરીના રોજ થશે. આ કેસમાં અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટે માનહાની કેસનો સામનો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને 11 જાન્યુઆરીના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. જોકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાલમાં રાહત મળી છે. કેજરીવાલ તરફથી તેમના વકીલ કોર્ટમાં હાજર રહેશે.

આ કેસની વિગત જોઈએ તો વડાપ્રધાનની ડિગ્રી બાબતે કેજરીવાલ અને સંજય સિંહે ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી ઉચ્ચ નાયાયાલય દ્વારા મુખ્ય સુચના કમિશનના તે આદેશને રદ્દ કરવાના આદેશ બાદ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત વિશ્વવિદ્યાલય (જીયુ)ને વડાપ્રધાનની ડિગ્રીની બાબતે માહિતી આપવા માટે કહેવામાં આવ્યું હતું. ફરિયાદી ના જણાવ્યા મુજબ બન્ને નેતાઓએ મોદીની ડિગ્રીને લઈને યુનિવર્સિટીને નિશાન બનાવીને પ્રેસ કોન્ફરન્સ અને ટ્વીટર હેન્ડલ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિનર્સિટીએ આ બન્ને નેતાઓ વિરૃધ્ધ માનહાનીનો કેસ દાખલ કરાવ્યો છે. વડાપ્રધાનની ડિગ્રી સાથે સંકળાયેલા આ કિસ્સામાં કેજરીવાલ અને સંજયસિંહ ઉપર યુનિવર્સિટીની છાપ ખરાબ કરવાનો આરોપ છે. તેમને ખબર છે કે મોદીની ડિગ્રી પહેલેથી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી જ છે. તેમછતા બન્ને નેતા કહી રહ્યા છે કે ડિગ્રી ન બતાવીને યુનિવર્સિટી સત્ય છુપાવી રહી છે. જોકે એવું છે નહી.

ગુજરાત યુનિવર્સિટી દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે કેજરીવાલ અને સંજય સિંહ સતત સંસ્થાની પ્રતિષ્ઠા પર સવાલ ઉભા કરી રહ્યા છે. બીજીતરફ ફરિયાદ કરનારાના વકીલ અમીત નાયરે કહ્યું હતું કે ગુજરાત વિશ્વવિદ્યાલયને નિશાન બનાવનારા બન્ને નેતાઓની ટિપ્પણી માનહામિકારક અને સંસ્થાની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે. વધુમાં તેમણે કહ્યું કે ગુજરાત વિશ્વવિદ્યાલયની સ્થાપના 70 વર્ષ પહેલા થઈ હતી. આ વિશ્વવિદ્યાલય લોકોમાં પ્રતિષ્ઠિત છે અને આરોપીઓની ટિપ્પણીથી વિશ્વવિદ્યાલય સામે અવિશ્વાસ પેદા થવાનો ખતરો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ