સુરેન્દ્રનગર/ પાટડી ફુલ્કી રોડ પર અકસ્માત: બેને ઈજા

દસાડા તાલુકાના પાટડી પોલીસ મથક હેઠળ આવતા કુલ્કી પાટડી રોડ પર અકસ્માત સર્જાતા બેને ઈજા પહોંચી હતી જેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી વાહન મારફતે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Gujarat Others
અકસ્માત

દસાડા તાલુકાના પાટડી પોલીસ મથક હેઠળ આવતા કુલ્કી પાટડી રોડ પર અકસ્માત સર્જાતા બેને ઈજા પહોંચી હતી જેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી વાહન મારફતે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનાવની વિગત એવી છે કે ખારાઘોડા ગામ તરફથી આવતી રીક્ષા પાટડી-ફુલ્કી તરફ જતા રોડ પર ઉભી રહેલ મરચા દરવાના મશીન સાથે અટેચ બોલેરો પીક-અપ સાથે અથડાતા રિક્ષાના આગળના ભાગનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.

રીક્ષા ચાલક અને રિક્ષામાં સવાર અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. એકને પગના તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી બંનેને ઈજાગ્રસ્ત નવઘણ અમરશીભાઈ મહાલિયા અને ગૌતમભાઈ કમાભાઈ મકવાણા ખારાઘોડા ગામના હોવાનુ સામે આવ્યું હતું. ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી વાહન મારફતે વિરમગામ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

@પ્રિયકાંત ચાવડા

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ