Ahmedabad News/ અમદાવાદના નારોલમાં મહાલક્ષ્મી ફેબ્રિક મિલમાં વિકરાળ આગ

ફાયરની 10થી વધુ ગાડીઓ આગ કાબુ મેળવવા કામે લાગી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News :  અમદાવાદના  નારોલમાં મહાલક્ષ્મી ફેબ્રિક મિલમાં આગ લાગતા ગભરાટ ફેલાયો છે. નારોલમાં મહાલક્ષ્મી ફેબ્રિક મિલમાં વિકરાળ આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયરની 10થી વધુ ગાડીઓ સાથે ફાયર કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી હીથ ધરી હતી.

આ ફેક્ટરીમાં 500થી વધુ કર્મચારીઓ કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આગને પગલે કર્મચારીઓ સમયસુચકતા વાપરીને બહાર દોડી આવ્યા હતા. બીજીતરફ મહાલક્ષ્મી ફેબ્રિક મિલનો શેડ ધડાકા સાથે તૂટી પડ્યો હતો. વિકરાળ આગને પગલે મિલની ચારે બાજુ લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. જેને પગલે પોલીસની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટોળાને ઘટનાસ્થળેથી દૂર ખસેડ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કલોલના દંતાલીમાં ફાયરિંગ, 1નું મોત, ચાર ગંભીર રીતે ઘાયલ

આ પણ વાંચો:કલોલમાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા, 3.51 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો:કલોલ લાફાકાંડ : કલોલ નગરપાલિકાના ભાજપના 33માંથી 12 કોર્પોરેટરનાં રાજીનામાં; વધુ 8 રાજીનામાં આવવાની શક્યતા