સુષ્મા સ્વારાજ ચીનમાં પહોંચી ગયા છે અને ચીનના વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. જેમાં જૈશ-એ-મોહમ્મદ ત્રાસવાદી કેમ્પને હટાવવા માટે ભારતના નિયંત્રણ સેના પર એક દિવસ પછી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ચીન સમકક્ષ વાંગ યીની સાથે દ્રીપક્ષીય બેઠકમાં પુલવામા હુમલાની વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં અમારા સુરક્ષા દળ પર થયેલો આ સૌથી મોટી હુમલો હતો. પાકિસ્તાનમાંથી ચાલતા જૈશ એ મોહમ્મદ અને તેના સહયોગી આતંકી દળોએ આ હુમલો કર્યો હતો. આ સૈન્ય અભિયાન ન હતું.
#WATCH China: External Affairs Minister Sushma Swaraj meets her Chinese counterpart Wang Yi in Wuzhen. pic.twitter.com/RDLfXz6cqV
— ANI (@ANI) February 27, 2019
આ હુમલામાં કોઇપણ સૈન્ય પ્રતિષ્ઠાનને નિશાનો બનાવવામાં નથી આવ્યું. અમારૂં લક્ષ્ય આતંકી ઠેકાંણાઓ જ હતાં. ભારત હાલતને વધારે બગડતી નથી જોવા માંગતું. આ જવાબદારી અને સંયમની સાથે અમે કામ કરવાનું ચાલુ રાખીશું.
આ આતંકી હુમલામાં આતંકી સંગઠન પાકિસ્તાન સ્થિત અને સમર્થિત જૈશનો હાથ છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઇ ગયા હતા જ્યારે કેટલાંય બીજા ગંભીર રીતે ઘાયલ થયા હતા.
EAM: In the light of continuing refusal of Pak to acknowledge&act against terror groups on its territory&based on credible info that JeM was planning other attacks in parts of India, GoI decided to take preemptive action&target was selected in order to avoid civilian casualties. pic.twitter.com/9g08wQOkZ9
— ANI (@ANI) February 27, 2019
\સુષ્મા એ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આ પ્રકારના આતંકવાદી હુમલાની વિરૂદ્ધ તમામ દેશ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે અને આતંકવાદની વિરૂદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરે.
EAM Sushma Swaraj in Wuzhen, China: India-China relations, as you said, is an important relationship for both of our countries. We have made substantial progress in our relations since the informal summit between PM Modi and President Xi Jinping in Wuhan in April 2018. pic.twitter.com/42frA1x8Zg
— ANI (@ANI) February 27, 2019
તેમણે કહ્યું કે ગુપ્તચર એજન્સી પાસેથી માહિતી મળ્યા બાદ જૈશ ભારતના અન્ય ભાગમાં આતંકી હુમલાની યોજના બનાવી રહ્યું છે, ત્યારે ભારતે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો. આ એર સ્ટ્રાઇકમાં સંપૂર્ણપણે ધ્યાન રખાયું છે કે તેનાથી કોઇ સામાન્ય નાગરિકોને કોઇ જ નુકસાન પહોંચે નહીં.
