જમ્મુ કાશ્મીર,
જમ્મુ કાશ્મીરના બડગામ સાત કિ.મી. દૂર ગારંદ ગામમાં એક મિગ લડાકૂ વિમાન ક્રેશ થઈ ગયું છે. વિમાન ખેતરમાં ક્રેશ થયું અને તેમાં આગ લાગી. અકસ્માતનું કારણ અત્યાર સુધી સામે આવ્યું નથી. અકસ્માતમાં બન્ને પાયલોટનામૃત્યુની આશંકા છે. આ વિમાને શ્રીનગર એરેબેસથી ઉડાન ભરી હતી.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, વિમાન ભારે ગતિથી નીચે આવી રહ્યું હતું અને જેવું વિમાન જમીન પર પછાડયું અને જોરદાર ધડાકા સાથે વિમાનમાં આગ લાગી ગઈ.
#Visuals from the crash site of a military aircraft in Jammu & Kashmir's Budgam. pic.twitter.com/9mc3BZTgCQ
— ANI (@ANI) February 27, 2019
ઘટનાની જાણ થતા જ પોલીસ ,ફાયર ફાઈટરો અને ઉચ્ચાધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.હાલ ફાયરબ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવી રહી છે.
