Valsad News: ગત મોડી રાત્રે વલસાડ જિલ્લામાં અચાનક કુદરતી મિજાજ બદલાતાં પ્રી-મોન્સૂન વરસાદે જિલ્લાને તબડકો માર્યો છે. દિવસભરના ભારે બફારા અને ગરમી બાદ મધ્યરાત્રિના સમયે વીજળીના અત્યંત તેજ ચમકારા, વાદળોના ગડગડાટ અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદે લોકોને ગરમીમાંથી આંશિક રાહત આપી છે, પરંતુ જિલ્લાના હાફુસ અને કેસર કેરીના (Mango Crop Damage) ખેડૂતો માટે મોટી આર્થિક આફત લઈને આવ્યો છે.

કેરીના પાકને વ્યાપક નુકસાન (Mango Crop Damage)
વલસાડ જિલ્લો દેશ-વિદેશમાં તેની ગુણવત્તાયુક્ત હાફુસ અને કેસર કેરી (Mango Crop Damage) માટે પ્રખ્યાત છે. વર્ષોથી આ કેરીઓની માંગ દેશી તેમજ વિદેશી બજારોમાં રહે છે. હાલમાં કેરીની સીઝન અંતિમ તબક્કામાં છે અને ખેડૂતો પાક ઉતારવાની કામગીરીમાં વ્યસ્ત હતા.

રાત્રે આવેલા તેજ પવન અને વરસાદને કારણે આંબાવાડીઓમાં તૈયાર થયેલી કેરીઓની (Mango Crop Damage) મોટી સંખ્યામાં ઝાડ પરથી ખરી પડી છે. અનેક ખેડૂતો મુજબ, પવનના કારણે ઝાડની ડાળીઓ તૂટી અને પાકને વ્યાપક નુકસાન થયું છે.
આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદે સર્જી તારાજી, બાગાયતી પાકોને મોટું નુકસાન થયું
આ પણ વાંચો:મોંઘી થશે મીઠાશ! કમોસમી વરસાદે કેસર કેરીનો પાક રોળી નાખ્યો, ₹1000 સુધી બોક્સનો ભાવ જવાની શક્યતા
આ પણ વાંચો:વલસાડ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી: વાપી, ધરમપુર અને કપરાડામાં ધોધમાર વરસાદથી રાહત
