Not Set/ વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફાની ટોચ પર ઉભો છે આ અભિનેતા,ચોંકાવનારી તસવીરો

થોડા દિવસ પહેલા અમીરાત એરલાઇન્સની જાહેરાત માટે એક મહિલા ક્રુ મેમ્બરને બુર્જ ખલીફાની ટોચ પર ઉભી રાખવામાં આવી હતી.

Top Stories Entertainment

વિશ્વની સૈાથી ઉંચી ઇમારત બુર્જ ખલીફા છે,આ ઇમારતની ટોચ પર  ઉભું રહેવુંએ  મોટી અને હિમ્મતની વાત છે ,હા બુર્જ ખલીફાની ટોચ પર હોલીવુડ એકટર વિલ સ્મિથે આ કારનામું કર્યું છે.તેમની આ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.

નોંધનીય છે યુટુબની એક સીરિઝ માટે દુબઇની બુર્જ ખલીફાની ટોચ પર પહોચ્યા હતા,ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમીરાત એરલાઇન્સની જાહેરાત માટે એક મહિલા ક્રુ મેમ્બરને બુર્જ ખલીફાની ટોચ પર ઉભી રાખવામાં આવી હતી.

બુર્જ ખલીફા 160 માળની અને 2722 ફુટ ઉંચી છે. જેના પર હોલીવુડ એકટર સ્મિથે યુટુબ શો શેપ ઓફ માય લાઇફના એક એપિસોડ માટે તે ઇમારતની ટોચ પર પહોચ્યા હતા. અભિનેતા સ્મિથ સિક્યુરિટી સાથે અને નિષ્ણાતોની ટીમની દેખરેખ હેઠળ ઇમનારતની ટોચ પર બેઠા હતા અને હાથ ફેલાવી રહ્યા છે તે તસવીરોમાં જેવા મળે છે.

ઉલ્લેખનીય છે કે આ એક વાસ્તવિક શુટિંગ હતું,આને આ એડ ફિલ્મ બુર્જ ખલીફાની ટોચ પર ફિલ્માવવામાં આવી હતી ,આને્ શુટિંગ કરતાં 5 કલાકથી વધારે સમય થયો હતો,આ ઉપરાંત બિલ્ડીંગની ટોચ પર પહોચતા 1 કલાક અને 15 મિનિટ થઇ હતી.