Ahmedabad News/ અમદાવાદમાં ભારે વરસાદનો કહેર! સાણંદનું મોડાસર ગામ પાણીમાં ગરકાવ, બાવળામાં વરસાદી કહેર યથાવત

Ahmedabad Flood: અમદાવાદમાં ભારે વરસાદે સાણંદના મોડાસર ગામને પાણીમાં ગરકાવ કરી દીધું, બાવળામાં ભારે વરસાદ બાદ હજુ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત..જાણો હાલની સ્થિતિ

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Flood: ભારે વરસાદે મચાવી તબાહી

Ahmedabad News: અમદાવાદ જિલ્લામાં અવિરત (Ahmedabad Flood) વરસાદને કારણે સાણંદ તાલુકાનું (Sanand Flood) મોડાસર ગામ જળબંબાકાર બની ગયું છે. ભારે વરસાદ અને કેનાલોમાં પાણીની આવક વધતા ગામના અનેક વિસ્તારોમાં (Ahmedabad Flood) પાણી ફરી વળ્યું છે. સ્થિતિ એટલી ગંભીર બની કે આખું ગામ જાણે ટાપુમાં ફેરવાઈ ગયું હોય તેવા દૃશ્યો સર્જાયા છે.

Ahmedabad Flood: કેનાલ ઓવરફ્લો થતાં ગામમાં ઘૂસ્યાં પાણી

વિસ્તારમાં સતત વરસાદને (Ahmedabad Heavy Rain) કારણે કેનાલો ઓવરફ્લો થઈ ગઈ હતી, જેના પરિણામે પાણી સીધું ગામમાં પ્રવેશ્યું. રહેણાંક વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં ગામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

500થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા

પૂરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને બચાવ ટીમોએ મોટા પાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અંદાજે 500 જેટલા લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. અસરગ્રસ્તો માટે જરૂરી સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

રસ્તા બચાવવા ડિવાઈડર તોડીને તાત્કાલિક કામગીરી

Ahmedabad Flood: ભારે વરસાદે મચાવી તબાહી Ahmedabad Flood: ભારે વરસાદે મચાવી તબાહી

પાણીના જોરદાર પ્રવાહને કારણે કેટલાક સ્થળોએ રોડના ડિવાઈડર તોડી પાડવામાં આવ્યા જેથી પાણીનો નિકાલ થઈ શકે. અમથાપુરા માર્ગને નુકસાનથી બચાવવા માટે તંત્ર દ્વારા માટી નાખીને રસ્તાને મજબૂત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.રસ્તા તૂટી ન જાય અને પાણી ઝડપથી ઓસરે તે માટે તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. પાણીનો પ્રવાહ નિયંત્રિત કરવા અને માર્ગો પરનું પાણી દૂર કરવા માટે મશીનરી અને કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે.

સાણંદ-બાવળા માર્ગ પર પણ અસર

Ahmedabad Flood: ભારે વરસાદે મચાવી તબાહી

ભારે વરસાદની અસર સાણંદ-બાવળા માર્ગ પર પણ જોવા મળી રહી છે. માર્ગ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે. તંત્ર દ્વારા વાહનચાલકોને સાવચેતી રાખવા અને જરૂરી હોય ત્યારે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

બાવળામાં વરસાદી પાણીનો કહેર હજુ પણ યથાવત

Ahmedabad Flood: ભારે વરસાદે મચાવી તબાહી Ahmedabad Flood: ભારે વરસાદે મચાવી તબાહી

બાવળા શહેરમાં ભારે વરસાદ (Bavla Heavy Rain) બાદ સામાન્ય જનજીવન હજુ પણ સંપૂર્ણપણે પૂર્વવત થઈ શક્યું નથી. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો (Bavla Flood) યથાવત રહેતાં લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પાણી નિકાલની ધીમી કામગીરીને કારણે રહેણાંક વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના બે મહત્વના રેલવે અંડરબ્રિજ વરસાદી પાણીથી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે વાહનવ્યવહાર પર અસર પડી છે અને વાહનચાલકોને લાંબા ચક્કર મારીને અવરજવર કરવાની ફરજ પડી રહી છે.બળિયાદેવ વિસ્તાર સહિત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહેણાંક સોસાયટીઓ, ગલીઓ અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં દૈનિક જીવન પ્રભાવિત બન્યું છે.

ઘરો અને રસ્તાઓ પર પાણી ભરાતા મુશ્કેલી

વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં અનેક પરિવારોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં બાળકો, વૃદ્ધો અને રોજિંદા કામે જતા લોકો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. કેટલાક વિસ્તારોમાં વાહનો પણ પાણીમાં ફસાઈ જવાના બનાવો સામે આવ્યા છે.

ગામજનો હજુ પણ મુશ્કેલીમાં

રેસ્ક્યુ અને સ્થળાંતરની કામગીરી છતાં ગામના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. અનેક પરિવારો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે અને પાણી સંપૂર્ણપણે ઓસરે ત્યાં સુધી જનજીવન સામાન્ય થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. જિલ્લા વહીવટી તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રાહત કામગીરી આગળ ધપાવી રહ્યું છે.


આ પણ વાંચો: બોપલમાં મેયરની મુલાકાત દરમિયાન હોબાળો: ત્રણ દિવસથી પાણીમાં ફસાયેલા લોકોએ ઠાલવ્યો રોષ

આ પણ વાંચો: અમદાવાદમાં બાંધકામ સાઈટ પર તંત્રની કડક કાર્યવાહી, 166 બાંધકામ સાઈટની તપાસ, 11 સાઈટની મંજૂરી સસ્પેન્ડ, ડેવલપરને નોટિસ

આ પણ વાંચો: અમદાવાદના ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જળબંબાકાર: 910 લોકોનું હોડીથી રેસ્ક્યૂ, બગોદરા-ધંધુકા હાઇવે બંધ