Ahmedabad News: અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા ગુપ્તાનગરની જાણીતી કોમર્શિયલ બિલ્ડિંગ ‘સિદ્ધિવિનાયક આર્કેડ’માં શુક્રવારે સાંજે લગભગ 5:45 વાગ્યે એક દુઃખદ ઘટના બની હતી. અંદાજે 30 વર્ષીય એક અજાણી યુવતીએ બિલ્ડિંગના પાંચમા માળેથી કૂદી પડીને આત્મહત્યા (Suicide) કરી લીધી. ઘટના સ્થળે જ તેના મોત થયું હતું.આ ઘટનાએ આખા વિસ્તારમાં સન્નાટો ફેલાવી દીધો છે અને પોલીસ માટે સૌથી મોટો પડકાર એ છે કે યુવતીની ઓળખ હજુ સુધ્ધાં થઈ નથી અને તેણે આ આત્યંતિક પગલું શા માટે ભર્યું એ પણ રહસ્ય છે.
5મા માળેથી ઝંપલાવીને યુવતીએ કરી આત્મહત્યા
આપને જણાવી દઈએ યુવતી લાલ,કાળા રંગની સલવાર કમીઝ પહેરેલી હતી અને માથે દુપટ્ટો ઓઢેલો હતો.તેણે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા સિક્યોરિટી ડેસ્ક (Security desk) પાસે મુલાકાતી રજિસ્ટરમાં એન્ટ્રી કરી હતી, પરંતુ નામની જગ્યાએ અસ્પષ્ટ અક્ષરો લખ્યા હતા જે વાંચી શકાય તેમ નથી.આ યુવતીએ ચોથા માળે આવેલી કોઈ ઓફિસમાં મળવા આવવાનું કહ્યું હતું, પરંતુ તે ઓફિસ શુક્રવારે સાંજે બંધ હતી.
યુવતીના આપધાત પાછળના કારણને લઈ વધુ તપાસ
એન્ટ્રી કર્યાના માંડ 8-10 મિનિટમાં જ તે સીધી પાંચમા માળે ગઈ અને કોરિડોરમાંથી જ નીચે કૂદી પડી.બિલ્ડિંગમાં કામ કરતા લોકોએ મોટો અવાજ સાંભળ્યો અને નીચે દોડી ગયા હતા. ત્યાં યુવતી લોહીલુહાણ પડી હતી અને તેનું મોત થઈ ચૂક્યું હતું.
વાસણા પોલીસ સ્ટેશનની ટીમ અને FSLના અધિકારીઓ તુરંત સ્થળ પર પહોંચ્યા.મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.યુવતીની પાસે કોઈ આઈડેન્ટિટી કાર્ડ, પર્સ કે મોબાઈલ ફોન મળ્યો નથી. ફક્ત એક નાનકડી હેન્ડબેગ હતી જેમાં થોડા રૂપિયા અને ચાવીનો ગુચ્છ હતો.બિલ્ડિંગ તેમજ આસપાસના 2 કિ.મી. વિસ્તારના તમામ CCTV ફૂટેજ કબજે લેવાયા છે. યુવતી કયા વાહન કે રીક્ષામાંથી ઉતરી હતી એ શોધવાનો પ્રયાસ ચાલુ છે.
આ પણ વાંચોઅમદાવાદનાં ચાંદખેડામાં પરીણિતાએ ત્રીજા માળથી કૂદી કરી આત્મહત્યા
આ પણ વાંચો:અમદાવાદની ઘટનાને માંડ અઠવાડિયુ વીત્યુ ત્યાં સુરતમાં 10માં ધોરણની વિદ્યાર્થીની આત્મહત્યા
આ પણ વાંચો:અમદાવાદમાં આત્મહત્યાનો પ્રયત્ન કરનારી સોમલલિત સ્કૂલની 10મા ધોરણની વિદ્યાર્થીની મૃત્યુ પામી

