Ahmedabad News/ અમદાવાદમાં ઓવરસ્પીડિંગ સામે ‘ઝીરો ટોલરન્સ’, બ્લેક સ્પોટ પર હવે મળશે સીધો ઈ-મેમો 

અમદાવાદ રાજ્ય માં ઓવરસ્પીડિંગ ના કારણે રોડ સેફ્ટી ઓડિટ અને પોલીસ રેકોર્ડ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં જ્યાં 5 કે તેથી વધુ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હોય તેવા સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
અમદાવાદમાં ઓવરસ્પીડિંગ

Ahmedabad News: અમદાવાદ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતો અને તેનાથી થતા મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સ્તરે યોજાયેલી રોડ સેફ્ટીની મહત્વની બેઠકમાં રાજ્ય માટે અત્યંત કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. હવે બ્લેક સ્પોટ તરીકે ઓળખાતા 41 શહેરી અને 13 ગ્રામ્ય વિસ્તારોમાં સ્પીડ લિમિટ ઓળંગનારા વાહનચાલકોને સીધો ઈ-મેમો ફટકારવામાં આવશે. પોલીસ ચેકિંગ દરમિયાન ઓવરસ્પીડિંગ વાળા વાહનોને રોકીને તરત કાર્યવાહી કરાશે.

અમદાવાદ માં ઓવરસ્પીડિંગ માં વધારો :

રાજ્યના રોડ સેફ્ટી ઓડિટ અને પોલીસ રેકોર્ડ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં જ્યાં 5 કે તેથી વધુ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હોય તેવા સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.કુલ 54 બ્લેક સ્પોટમાંથી ખાસ કરીને જૂના વાડજ, નરોડા, ઓઢવ, પીરાણા, નારોલ, જુહાપુરા, બોપલ, પકવાન, YMCA ક્લબ, બાવળા, બગોદરા જેવા વિસ્તારોમાં 10 થી વધુ મોતના કિસ્સા નોંધાયા છે.

મુખ્ય બ્લેક સ્પોટની યાદીમાં જૂના વાડજ સર્કલ,વિજય ક્રોસ રોડ,મેમ્કો નરોડા રોડ,નેહરુ બ્રિજ,સિદ્ધિ સઈદ મસ્જિદ,ઠક્કરનગર ચાર રસ્તા,નરોડા પાટિયા,ગેલેક્સી સિનેમા ક્રોસ રોડ,સારંગપુર બ્રિજ કામદાર મેદાન,રખિયાલ ચાર રસ્તા,સીટીએમ ક્રોસ રોડ,અદાણી સર્કલ,રામોલ ટોલનાકા,ઓઢવ સર્કલ,SP રિંગ રોડ BRTS,જશોદાનગર, પીરાણા, નારોલ સર્કલ વગેરેનો સમાવેશ થાય છે.

રાત્રે 11 વાગ્યા પછી હાઇવે અને રિંગ રોડ પર વાહનોની અવરજવર ઓછી થતાં ઘણા ડ્રાઇવર્સ ઝડપ વધારી દે છે. આને ધ્યાનમાં રાખીને રાત્રિના સમયે વધુ ઇન્ટરસેપ્ટર વાહનો તૈનાત કરાશે,લેસર સ્પીડ ગન અને રડારથી સતત મોનિટરિંગ અને ઝડપી કાર્યવાહી માટે ટ્રાફિક પોલીસ અને હાઇવે પેટ્રોલિંગ ટીમોનું કો-ઓર્ડિનેશન વધારાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં ટ્રાફિક નિયમોની સખ્તાઈ, સ્પીડ ગનથી પોલીસ દ્રારા ઓવરસ્પીડિંગ પર લગામ

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:બેકાબૂઃ અમદાવાદમાં જીવનને ‘ઓવરટેક’ કરતી ‘ઓવરસ્પીડ’