Amreli News/ ગુજરાતમાં બગસરા ખાતે માર્ગ અકસ્માતમાં ત્રણના મોત

ગુજરાતમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. આ અંગે મળતા અહેવાલ પ્રમાણે અમરેલીના બગસરાના હડાળા પાસે અકસ્માત સર્જાયો હતો. બગસરાના હડાળાથી ડેરી પીપરીયા પાસે કારને અકસ્માત નડ્યો હતો.

Top Stories Gujarat Others

Amreli News: ગુજરાતમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. આ અંગે મળતા અહેવાલ પ્રમાણે અમરેલીના બગસરાના હડાળા પાસે અકસ્માત સર્જાયો હતો. બગસરાના હડાળાથી ડેરી પીપરીયા પાસે કારને અકસ્માત નડ્યો હતો.

કાર અચાનક રોડ પરથી ઉતરી જતાં અકસ્માત થયો

કારમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા હતા અને એક શખ્સ ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર હેઠળ ખસેડાયો હતો. કાર અચાનક રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. કારની ધડાકાભેર વૃક્ષ સાથે ટક્કર થઈ હતી. ભયાનક અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગની ટીમ પહોચીં હતી.

ગેસ કટરથી કાર કાપી મૃતદેહો બહાર કઢાયા

અકસ્માત એટલો ભયાનક હતો કે તમામ મૃતદેહોને ગેસ કટરથી કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કારને ભારે નુકસાન થયું હોવાથી તેમાં સવાર લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબી જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી અને અકસ્માત કયા કારણોસર થયો તે અંગે વધુ તપાસ હાથ ધરા છે. આ અકસ્માતથી મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃઅરવલ્લીના તાલુકા કોંગ્રેસ પ્રમુખનું માર્ગ અકસ્માતમાં મોત

આ પણ વાંચોઃપાટડી નજીક હિટ-એન્ડ-રનની ઘટના, અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર 3 યુવાનો મોતને ભેટ્યા

આ પણ વાંચોઃ આણંદના વાસદ-બોરસદ હાઈવે પર ભીષણ અકસ્માત, ટ્રક-પીકઅપ અથડાતા બેના મોત