Election/ રાજકોટમાં કાલે ભાજપમાં સ્મૃતિ ઈરાની સામે કોંગ્રેસના હાર્દિક પટેલ સભાઓને સંબોધીત કરશે, કોણ જીતશે લોકોના દિલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભારે રસાકસી જોવા મળી રહી છે.ભાજપના મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના સ્થાન પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રાજકોટમાં સભાઓ

Top Stories Gujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભારે રસાકસી જોવા મળી રહી છે.ભાજપના મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના સ્થાન પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રાજકોટમાં સભાઓ ગજવશે.જ્યારે તેની સામે કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને મેદાનમાં ઉતાર્યા છે. કાલનો આખો દિવસ રાજકોટવાસીઓ માટે ચૂંટણીને લઈને ખૂબ જ મહત્વનો રહેશે. તેમજ કોણ બાજી મારી જાય છે તેના પર સૌની નજર રહેશે.

Image result for image of smruti irani

threats / વ્યાકુળ ખાલિસ્તાની કેનેડામાં ભારતીયોને બનાવી રહ્યા છે ટારગેટ, જસ્ટિન ટ્રુડોને ભારત સરકારે ચેતવ્યા

આમરાજકોટ મહાનગરપાલીકાની ચુંટણીનો પ્રચાર હવે અંતિમ તબકકામાં પહોંચી ગયો છે. અને આવતીકાલે રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓની ટકકર થશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઇરાની આવતીકાલે રાજકોટ આવી રહયા છે. અને તેઓ લોકસંપર્ક અને મહીલા સંમેલન સહીતના આયોજનમાં ભાગ લેશે. તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલ કાલ બપોરે રાજકોટ પહોંચી રહયા છે અને તેઓ 4 સભાઓને સંબોધીત કરશે.

MP / સીધી અકસ્માતમાં 42 લોકોએ ગુમાવ્યો જીવ, PM મોદીએ વળતરની કરી ઘોષણા

હાર્દીક પટેલ સાંજે 6 વાગ્યે સેટેલાઇટ ચોક, 7 વાગ્યે પેડક રોડ, રાત્રીના 8 વાગ્યે માયાણી ચોક અને રાત્રીના 9 વાગ્યે બાપા સીતારામ ચોકમાં જાહેર સભાને સંબોધીત કરશે. રાજકોટમાં તેમનો આ મહાનગરપાલીકામાં પ્રથમ ચુંટણી પ્રચાર છે.હાર્દીક પટેલના આગમનથી પાટીદાર મતો કેટલા કોંગ્રેસ ભણી જાય છે તેના ઉપર નજર છે. ર01પમાં પાટીદારના આંદોલનને કારણે જ રાજકોટના 3 વોર્ડમાં કે જે પાટીદાર બહુમતી ધરાવે છે ત્યાં કોંગ્રેસ કલીનસ્વીપ કરી ગઇ હતી. હવે હાર્દીક કેટલુ પાસુ ફેરવી શકે છે તેના ઉપર નજર છે.

ચારધામ યાત્રા / આ તારીખે ખુલશે બદ્રીનાથ ધામના કપાટ, વસંત પંચમીએ કરી જાહેરાત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…