ગાંધીનગરઃ ગુજરાત પરથી વાવાઝોડું Biperjoy પસાર થયું છે પરંતુ તેની આફ્ટરઇફેક્ટસનો ખતરો હજી ટળ્યો નથી. ભૂકંપ પછી જેમ આફ્ટરશોક્સ આવતા હોય છે તેમ વાવાઝોડા પછી ભારે વરસાદ ભારે પવન સાથે ફૂંકાતો હોય છે. હવામાન વિભાગે રાજ્યમાં આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારે વરસાદની સાથે મોટાભાગના સ્થળોએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જો કે રાહતના સમાચાર એ પણ છે કે 24 કલાક બાદ સ્થિતિ સામાન્ય થઈ શકે છે.
અમદાવાદમાં પણ આગામી ત્રણ દિવસ વરસાદની Biperjoy હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે અમદાવાદમાં ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. શહેરમાં ગુરુવારે વાવાઝોડાની અસરના કારણે 30 સ્થળો પર વૃક્ષ અને ત્રણ હોર્ડિંગ્સ ધરાશાયી થયાની ફાયર વિભાગને ફરિયાદ મળી હતી. તો ત્રણ સ્થળો પર વીજપોલ ધરાશાયી થયાની ફરિયાદ મળતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યુ અને કામગીરી કરી હતી.
વાવાઝોડા બાદ કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ Biperjoy શરૂ થયો હતો. નલિયામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવનને લીધે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. વાવાઝોડું રાજસ્થાનના જોધપુરની દિશામાં પ્રચંડ તાકાત સાથે જ આગળ વધી રહ્યું છે અને રાજસ્થાનમાં આજે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. હાલ વાવાઝોડાની દિશા કચ્છથી જોધપુર તરફ છે. ડિપ્રેશનમાં ફેરવાયા બાદ પણ પવનની ઝડપ 55 કિલોમીટર સુધીની રહેતી હોય છે. ત્યારે આજે કચ્છ, સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે.
બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં Biperjoy વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. વાવાઝોડાના કારણે 940 ગામમાં વીજપોલ જમીનદોસ્ત થતા વીજપુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મોત થયુ નથી. જ્યારે 23 પશુઓના મોત થયા હતા. જ્યારે ભારે પવનના કારણે 524 વૃક્ષો ધરાશાયી થયા હતા.
આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ બિપરજોય વાવાઝોડું પસારઃ કચ્છમાં તારાજી પણ જાનહાનિ નહીં
આ પણ વાંચોઃ Tamilnadu/ CM સ્ટાલિને મંત્રીની ધરપકડ પર ભાજપને આપી આ ચેતવણી
આ પણ વાંચોઃ વાતચીત/ બિપોરજોય વાવઝોડાની પરિસ્થિતિ અંગે PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર કરી વાતચીત
આ પણ વાંચોઃ Drones/ ભારત અમેરિકા પાસેથી અત્યંત ઘાતક ડ્રોન ખરીદશે, PM મોદીના યુએસ પ્રવાસ પહેલા DAC એ પ્રસ્તાવને મંજૂરી આપી
આ પણ વાંચોઃ ચક્રવાત/ ગુજરાતમાં ચક્રવાત બિપરજોયને લઇને હવામાન વિભાગે કરી આ મોટી આગાહી,જાણો નવું અપડેટ
