Ahmedabad News/ કુબેરનગરમાં પ્રેમીના ત્રાસથી 28 વર્ષની મહિલાએ ટૂંકાવ્યું જીવન, ધમકી આપ્યાનો આરોપને લઈ પોલીસે તપાસ શરૂ કરી

કુબેરનગરમાં પ્રેમીના ત્રાસથી મહિલા બુટલેગર(Woman commits suicide)નો આપઘાત. સરદારનગર પોલીસે ફરિયાદના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી.

Gujarat Breaking News
Woman commits suicide

Ahmedabad News: અમદાવાદના કુબેરનગર  (Kubernagar)વિસ્તારમાં 28 વર્ષીય શ્રદ્ધા રાઠોડે આપઘાત (Woman commits suicide)કરી લેતાં પોલીસે તપાસ શરૂ કરી છે. શ્રદ્ધા દેશી દારૂના ગેરકાયદે વ્યવસાય સાથે સંકળાયેલી હતી. પરિવારની ફરિયાદ મુજબ, તેની સાથે કામ કરતા સન્ની ઉર્ફે અક્ષય ક્રિશ્ચન સાથે પ્રેમસંબંધ હતો અને તેના દ્વારા થતા કથિત શારીરિક તથા માનસિક ત્રાસથી કંટાળીને શ્રદ્ધાએ આ પગલું ભર્યું હતું.

Woman commits suicide : પ્રેમીના ત્રાસથી  પ્રેમિકાનો આપઘાત

પ્રભાવતીબેન રાઠોડની પુત્રી શ્રદ્ધાના વર્ષ 2021માં લગ્ન થયા હતા. જોકે પતિ સાથે મનમેળ ન થતાં બે વર્ષ પહેલાં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ શ્રદ્ધા પોતાના માતા-પિતા સાથે રહેતી હતી. શ્રદ્ધા કુબેરનગર વિસ્તારમાં ચોરીછૂપીથી દેશી દારૂનો વેપાર કરતી હતી. આ દરમિયાન ત્યાં દારૂ બનાવવાનું કામ કરતા સન્ની સાથે તેની ઓળખ થઈ હતી. છેલ્લા આશરે 10 મહિનાથી બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું પરિવારજનોના નિવેદન પરથી સામે આવ્યું છે.

બોલાચાલી બાદ માર માર્યાનો આરોપ

4 ઓગસ્ટની વહેલી સવારે શ્રદ્ધાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે ઘટનાના આશરે 10 દિવસ અગાઉ શ્રદ્ધા અને સન્ની વચ્ચે બોલાચાલી (Love Trouble) થઈ હતી. આ દરમિયાન સન્નીએ શ્રદ્ધાને લાફો માર્યો હોવાનો આરોપ છે. ત્યારબાદ તેણે ફોનને લઈને પણ ધમકી આપી હતી. સન્નીએ કથિત રીતે ‘હું તારા બાપનો નોકર નથી’ અને ‘હું તારું વાયરલ કરી દઈશ’ જેવા શબ્દો કહી ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

શ્રદ્ધાના પરિવારજનોને સન્ની દ્વારા તેને કથિત રીતે આપવામાં આવતા ત્રાસ અને ધમકીઓ અંગે જાણ થતાં તેમણે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સન્ની ઉર્ફે અક્ષય ક્રિશ્ચન વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: નવસારીના ડેપો વિસ્તારમાં મહિલાએ કરી આત્મહત્યા, કે કે પ્લાઝા એપાર્ટમેન્ટ ખાતે રહેતી મહિલાએ કર્યો આપઘાત, ચાર વર્ષથી પતીથી અલગ રહેતી મહિલાએ જીવન ટૂંકાવ્યું, પંખા પર ફાંસો લગાવી મહિલાએ કરી આત્મહત્યા, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી  

આ પણ વાંચો: સુરતમાં લગ્નના એક જ વર્ષમાં પતિ-પત્નીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

આ પણ વાંચો: જુનાગઢમાં ફરી એક પત્નીએ પતીના ત્રાસથી જીવન ટૂંકાવ્યું