ગુજરાત માટે મોટી આફત સમાન બિપરજોય વાવાઝોડું Biporjoy રાજ્યમાં પસાર થઈ હવે દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વદ્યું છે. વાવાઝોડાએ અપેક્ષા મુજબ કચ્છમાં રીતસરની તારાજી સર્જી છે, પરંતુ સદનસીબને અત્યાર સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી. વાવાઝોડાના લીધે પ્રતિ કલાક 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયુ હતુ. વાવાઝોડાએ ગતિ પકડતા તે પ્રતિ કલાક 13 કિ.મી.ની ઝડપે આગળ વધ્યું હતું.
વાવાઝોડું જખૌ બંદરથી 40 કિ.મી ઉત્તર પૂર્વ તરફ ફંટાયું હતું. Biporjoy વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.
Cyclone Biparjoy: 22 injured, 940 villages plunge into darkness as storm makes landfall in Gujarat
Read @ANI Story | https://t.co/dnjakwM9Gi#CycloneBiparjoy #Gujarat #Landfall pic.twitter.com/TgXsU8jtZl
— ANI Digital (@ani_digital) June 15, 2023
વાવાઝોડાના કારણે રાજ્યના 940 ગામમાં વીજપોલ Biporjoy જમીનદોસ્ત થતા વીજપુરવઠો ખોરવાયો હતો. મોટાભાગના ગામ કચ્છના હતા. એક પણ વ્યક્તિનું મોત થયુ નથી. જ્યારે 23 પશુઓના મોત થયા હતા. જ્યારે ભારે પવનના કારણે 524 વૃક્ષો ધરાશાયી થયા હતા.આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 17થી વધુ જિલ્લાની સ્કૂલોમાં રજા જાહેર કરાઇ છે. બિપરજોય વાવાઝોડાને લઈ વડોદરાની શાળા કોલેજો આજે રજા રહેશે. વાવાઝોડા બાદ કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.
Morbi, Gujarat | Strong winds broke electric wires and poles, causing a power outage in 45 villages of Maliya tehsil. We are restoring power in 9 villages & power has been restored in the remaining villages: J. C. Goswami, Executive Engineer, PGVCL, Morbi pic.twitter.com/VbpYPV46TV
— ANI (@ANI) June 15, 2023
નલિયામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવનને લીધે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. નલિયા મામલતદાર કચેરી સામે વિશાળ વૃક્ષ પડ્યું હતું.
મોરબી જિલ્લાના અત્યાર સુધીમાં 39 ગામોમાં Biporjoy વીજ પુરવઠો બંધ થયો છે. હાલ ભારે પવનના કારણે 122 વીજ પોલમાં નુકશાની આવી છે. સાત ટીસીમાં ફોલ્ટ સર્જાયો છે. 39માંથી 23 ગામો માળિયા તાલુકાના છે. છ ગામો વાંકાનેર તાલુકાના અને ત્રણ ગામો હળવદ તાલુકાના છે.આ ઉપરાંત ચક્રવાતને કારણે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે. દિલ્હી-એનસીઆરમાં ચક્રવાત બિપરજોયની વધુ અસર થવાની અપેક્ષા નથી. જો કે આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. IMDનું કહેવું છે કે તોફાનના કારણે દિલ્હીમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચોઃ Tamilnadu/ CM સ્ટાલિને મંત્રીની ધરપકડ પર ભાજપને આપી આ ચેતવણી
આ પણ વાંચોઃ વાતચીત/ બિપોરજોય વાવઝોડાની પરિસ્થિતિ અંગે PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર કરી વાતચીત
આ પણ વાંચોઃ Drones/ ભારત અમેરિકા પાસેથી અત્યંત ઘાતક ડ્રોન ખરીદશે, PM મોદીના યુએસ પ્રવાસ પહેલા DAC એ પ્રસ્તાવને મંજૂરી આપી
આ પણ વાંચોઃ ચક્રવાત/ ગુજરાતમાં ચક્રવાત બિપરજોયને લઇને હવામાન વિભાગે કરી આ મોટી આગાહી,જાણો નવું અપડેટ
આ પણ વાંચોઃ Delhi/ દિલ્હી પોલીસ વિનેશ ફોગટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિતના કુસ્તીબાજો સામે નોંધાયેલ FIR પાછી ખેંચશે
