Banaskantha News/ બનાસકાંઠાના થરાદમાં તસ્કરોનો ત્રાસ, બે બંધ મકાનના તાળા તૂટ્યાં

બનાસકાંઠાના થરાદમાં તસ્કરો બેફામ બન્યા છે. સત્યમનગરમાં મકાનના તાળા તૂટ્યા હતા. તેના લીધે મકાનમાંથી 1.34 લાખ રૂપિયાની ચોરી થઈ હતી.

Gujarat Others Breaking News

Banaskantha News: બનાસકાંઠાના થરાદમાં તસ્કરો બેફામ બન્યા છે. સત્યમનગરમાં મકાનના તાળા તૂટ્યા હતા. તેના લીધે મકાનમાંથી 1.34 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. એક જ સોસાયટીમાં બે મકાનના તાળા તૂટ્યા હતા. આ બતાવે છે કે તસ્કરો કેટલા બેખોફ છે.  થરાદના સત્યમનગર સોસાયટીમાં એક જ રાત્રે તસ્કરોએ બે ઘરોને નિશાન બનાવ્યા બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ગેરેજનો વ્યવસાય કરતા રમેશભાઈ રાજપૂત તેમના પરિવાર સાથે બંધિયાવાસમાં લગ્નમાં હાજરી આપવા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરમાં લૂંટ ચલાવી હતી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, રમેશભાઈ 5 ફેબ્રુઆરીના રોજ તેમના પરિવાર સાથે એક લગ્નમાં ગયા હતા. સાતમી ફેબ્રુઆરીના રોજ સાંજે છ વાગ્યે, તે ઘરે આવ્યા અને ગાડીની આરસી બુક લેવા ગયા અને પાછા ફર્યા. બીજા દિવસે સવારે સાડા આઠ વાગ્યે, તેમના પાડોશી જાલમસિંહ બારોટે ફોન કરીને જાણ કરી કે તેમના ઘરનું તાળું તૂટેલું છે.

તસ્કરોએ લોખંડની તિજોરી તોડીને કુલ રૂ.1.34 લાખ રૂપિયાની ચોરી કરી હતી, જેમાં 500 ગ્રામ વજનની ચાંદીની બાર (રૂ. 25,000), 14 ગ્રામ વજનની બે સોનાની વીંટી (રૂ.77,000), બે ચાંદીના છાવટીયા (રૂ.2,000) અને 30,000 રૂપિયા રોકડાનો સમાવેશ થાય છે.

આ જ સોસાયટીમાં બીજી ચોરી ઉત્તર પ્રદેશના હરિ સિંહ પાલના ભાડાના ઘરમાં થઈ. ઉલ્લેખનીય છે કે ચોરીના દિવસે હરિ સિંહ પોતાના વતન જવા રવાના થયા હતા. રમેશભાઈ રાજપૂતે થરાદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ચોરીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આમ તસ્કરોએ લગ્નમાં ગયેલા પરિવારોના ઘર પર હાથફેરો કર્યો હતો. ચોરીઓ થતાં પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠ્યા છે. આ ચોરીના લીધે પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આ ત્રણ શહેરોમાં લુંટ કરી ચોરો ઉજવી દિવાળી,વાપીમાં 75 તોલા સોનાની ચીલઝડપ,સુરતમાં 15 તોલા દાગીનાની લુંટ

આ પણ વાંચો: વાપીમાં તસ્કરોનો આતંક, CCTV સામે આવ્યા

આ પણ વાંચો: મોડાસામાં રખડતા ઢોરે મહિલા પર કર્યો જીવલેણ હુમલો, મહિલા ઇજાગ્રસ્ત